સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર અકસ્માત સર્જાતા 7 લોકો કારમાં જીવતા ભૂંજાયા

સુરેન્દ્રનગરમાં (Surendranagar) માલવણ ધોરીમાર્ગ ઉપર આજે વહેલી સવારે એક ડમ્પર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતાં કારમાં આગ લાગી હતી જેને પગલે કારમાં સવાર સાત લોકો બળીને ભડથું થઇ ગયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવા ગામ પાસે આ અકસ્માત (Accident) સર્જાયો હતો. વારાહી તાલુકાના કોરડા ગામના પરિવારના (Family) સાત સભ્યો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ તમામ લોકો શુક્રવારે ચોટીલા ખાતે દર્શન કરી પરત ફરી રહ્યા હતાં. કાર એવી ખરાબ રીતે સળગી હતી કે પોલીસ (Police) તપાસમાં મૃતકોની બોડી પણ હાથ લાગી ન હતી. વહેલી સવારે આ ઘટના બની હોવાથી ફાયરબ્રિગેડ કે અન્ય કોઈ તાત્કાલિક સહાય મળવા પામી ન હતી.

સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર અકસ્માત સર્જાતા  7 લોકો કારમાં જીવતા ભૂંજાયા

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર માલવણ ધોરીમાર્ગ ઉપર ખેરવા ગામ પાસેના વણાંકમાં આજે વહેલી સવારે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલું ડમ્પર અને ખેરવા તરફથી આવતી ઇકો કાર ધડાકાભેર અથડાઈ હતી. પરિણામે કારમાં આગ લાગતા અંદર બેઠેલા લોકો બહાર નીકળી શક્યા નહોતા અને સાત વ્યક્તિઓ આગની ઝપટમાં આવી ગયા હતા. ઘટના વહેલી સવારે બની હોવાને કારણે તાત્કાલિક બચાવ કામગીરી પણ થઈ શકી ન હતી. આ અકસ્માત સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઇ જવા પામી હતી. ચોટીલા દર્શન કરીને પરત ફરતાં પાટણ જિલ્લાના વારાહી અને રાધનપુર તાલુકાના દર્શનાર્થીઓની ઈકો કારનો ડમ્પર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર અકસ્માત સર્જાતા  7 લોકો કારમાં જીવતા ભૂંજાયા

બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આજે સવારે સાડાપાંચ વાગ્યાના અરસામાં માલવણ-ખેરવા પર ઈકો કાર જીજે 24 એક્સ 1657 ઘરે પરત ફરતી વેળા ડમ્પર જીજે 33 ટી 5959 સાથે ટકરાતાં કાર ખાડામાં ઊતરી ગઈ હતી. ત્યાર બાદ કારમાં આગ ભભૂકી ઊઠી હતી અને કારમાંથી બેસેલા ડ્રાઈવર સહિતના તમામ 7 લોકો બળીને ભડથું થઈ ગયા હતા.

અકસ્માતમાં ઘાયલ થયેલા કારમાં સવાર લોકો બહાર ન નીકળી શકતાં મોતને ભેટ્યા હતાં. આ અકસ્માતમાં કોરડા ગામના રમેશભાઈ નાઈ (ઉં.વ. 38), કૈલાશબેન રમેશભાઈ (ઉં.વ. 35) , શીતલ રમેશભાઈ નાઈ (ઉં.વ. 8), સની રમેશભાઈ નાઈ (ઉં.વ. 12), હરેશભાઈ ચતુરભાઈ (ઉં.વ. 35), સેજલબેન હરેશભાઈ ((ઉં.વ. 32) ), હર્ષિલ હરેશભાઈ (ઉં.વ. 6) નું મૃત્યુ થયું હતું. મૃતકોમાં 3 બાળકોનો સમાવેશ થાય છે. એકજ પરિવારના સાત સભ્યોનું મોત થતાં કોરડા ગામમાં માતમનો માહોલ જોવા મળ્યો હતો.

Related Posts