ગંદકીવાળા દેશો કરતા સ્વચ્છ દેશોમાં કોરોનાથી મૃત્યુની સંભાવના વધુ

પૂણે (Pune): કોરોના એક એવો ચેપ છે, જેને ભલ-ભલા લોકોને હાથ ધોતા કરી દીધા છે, જો કે આપણી આસપાસ ઘણા લોકો છે, જે એવુ કહેતા હોય છે કે શરીરમાં થોડો મેલ જાય તો શરીરને આદત પડે. આપણે આ વાત મજાકમાં લેતા પણ હવે આ વાત સાચ્ચી હોય એવુ લાગી રહ્યુ છે. અને આવું અમે નહીં એક વૈજ્ઞાનિક સંસ્થાનો અભ્યાસ કહી રહ્યો છે.

ગંદકીવાળા દેશો કરતા સ્વચ્છ દેશોમાં કોરોનાથી મૃત્યુની સંભાવના વધુ

ગંદકી અને ઓછી ગુણવત્તાવાળા પાણીના લીધે જે દેશોમાં હાઇજિનનું લેવલ (Hygiene level) ખરાબ છે, ત્યાં કોવિડ-19 (Corona Virus/Covid-19) થી મોતનો ખતરો ચોખ્ખા દેશોની તુલનામાં ઓછો છે. સેન્ટર ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના (Council for Scientific and Industrial Research -CSIR) એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ભારતમાં ગંદકીને લઇને વિવાદીત ટિપ્પણી કરી હતી. ટ્રમ્પના એ નિવેદનને હાલના આ રિપોર્ટના સંદર્ભમાં પણ જોવામાં આવે તો ભારત કોવિડ-19 સામે વધારે મજબૂતી સાથે જંગ લડી રહ્યું છે.

ગંદકીવાળા દેશો કરતા સ્વચ્છ દેશોમાં કોરોનાથી મૃત્યુની સંભાવના વધુ

પરંતુ તેઓએ ચેતવણી પણ આપી કે તેનો અર્થ એ નથી કે નબળી આરોગ્યપ્રદ પરિસ્થિતિઓ ઇચ્છનીય છે. પૂણે સ્થિત ભારતીય સંસ્થા સીએસઆઇઆરના રિપોર્ટ ‘ઇમ્યુન ટ્રેનિંગ વીથ પોસિબિલિટીસ ઑફ માઇક્રોબાયોમ થેરાપીસ’ (Immune Training With Possibilities Of Microbiome Therapies) ટાઇટલ હેઠળ લખાયો છે જેના પ્રમાણે, ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો પર હાઇ પેરાસાઇટ અને બેક્ટેરિયાથી પ્રસાર પામતી બીમારીઓનો ભાર વધુ હોય છે. તેથી લોકો વચ્ચે ફેલાનારા રોગોનો અનુભવ તેમની ઇમ્યુન સિસ્ટમનો હિસ્સો બનતો જાય છે. આ પ્રેક્ટિસને ઇમ્યુન હાઇપોથિસિસ (Immune Hypothesis) કહેવામાં આવે છે.

ગંદકીવાળા દેશો કરતા સ્વચ્છ દેશોમાં કોરોનાથી મૃત્યુની સંભાવના વધુ

જાણકારો કહે છે કે વિકસિત દેશમાં યોગ્ય હાઇજિન અને ઇન્ફેક્શનનો ખતરાનું ઘટતું સ્તર ઓટોઇમ્યુન ડિસઓર્ડર અને એલર્જીની (allergy) સમસ્યા પેદા કરે છે. ઓટોઇમ્યુન ડિસઓર્ડર કોવિડ-19 થી થનારા મોતનું મોટું કારણ માનવામાં આવે છે, કારણ કે શરીર પોતાના હાયપરએક્ટિવ ઇમ્યુન ઇન્ફેક્શનને (Hyper Active Immune Infection) નષ્ટ કરવા સાઇટોકિન (Cytokine) બનાવે છે.

ઉચ્ચ જીડીપીવાળા દેશોમાં ઓટોઇમ્યુન ડિસઓર્ડરની (Auto-Immune Disorder) સમસ્યા વધુ જોવા મળી છે. આ દેશોમાં મૃત્યુદરમાં વધારો થવાનું આ એક મુખ્ય કારણ હોઈ શકે છે. જ્યારે ભારતમાં વિપરીત પરિણામો જોવા મળ્યા છે. ભારતના રાજ્યો અથવા શહેરો, જેમના ઇતિહાસને ચેપ સાથે જોડવામાં આવ્યા છે, ત્યાં કોવિડ -19 કરતા ઓછા મૃત્યુ થયા છે.

સીએસઆઈઆરના ડાયરેક્ટર જનરલ અને આ અભ્યાસના અગ્રણી લેખક શેખર મંડેએ કહ્યું કે, ‘અમે 25 પરિમાણોનું વિશ્લેષણ કર્યું છે. તે વિરોધાભાસ છે કે ઉચ્ચ જીડીપીવાળા દેશોમાં કોવિડ -19થી વધુ લોકો મરી રહ્યા છે.’.

Related Posts