SURAT

જૂની પેન્શન યોજના મુદ્દે ગાંધી પોલિટેક્નિક કોલેજના ટ્યુટરનાં ધરણાં

સુરત: જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગ સાથે રાજ્યના સરકારી કર્મચારીઓનો એક સંયુક્ત મોરચો ઊભો કરી દીધો છે. તેવામાં જ સુરત (Surat) ગાંધી પોલિટેક્નિક કોલેજના (Collage) શિક્ષકોએ (Teacher) પણ ટેકો જાહેર કરતાં કોલેજ પાસે ધરણાં કર્યાં હતાં. ગુજરાત સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે છેલ્લા કેટલાક સમયથી લડત ચલાવી રહ્યા છે. ગુજરાતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. આ મામલે મજૂરાગેટની ગાંધી પોલિટેક્નિક કોલેજના શિક્ષકોએ સવારથી હાથમાં બેનર લઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પોલિટેક્નિક કોલેજની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નોના નિકાલની માંગણી કરી હતી.

કોલેજના શિક્ષક આગેવાન ધ્રુવિલના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી તેમના પ્રશ્નો અંગે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાતો નથી. નવી પેન્શન યોજના બંધ કરવામાં આવે અને જૂની પેન્શન યોજના અમલમાં લાવવામાં આવે તેવી અમારી માંગણી છે. ઉપરાંત સાતમાં પગાર પંચનો લાભ મળે, એ.ડી.એચ.ઓ.સી. સેવા સળંગ ગણવા સહિતની માંગણીઓ સાથે શિક્ષકોએ ગુરુવારે ધરણાં પર બેઠા છે. વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે તે મુજબ આગામી 23મી સપ્ટેમ્બરથી શૈક્ષણિક કાર્ય સિવાયનાં તમામ કામોનો બહિષ્કાર કરવામાં અને માંગણી ન સંતોષાય તો આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે.

પગારમાં 5,000 વધારાની માંગણી સાથે આશા વર્કરનું આવેદન
આશા વર્કર બહેનો છેલ્લાં ઘણાં વર્ષોથી પગારવધારાની માંગણી કરી રહ્યા છે. તેમની પાસે આપત્તિ સમયે આરોગ્યલક્ષી કામગીરી પણ કરાવવામાં આવી રહી છે. પરંતુ તેમના પગારમાં વધારો કરવામાં આવતો નથી. ગુરુવારે આશાવર્કર બહેનોએ માસિક પગારમાં રૂ.5,000ના વધારાની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

Most Popular

To Top