મગફળીનું 20 લાખ હેક્ટરમાં વાવેતર: બમ્પર ઉત્પાદન થવાની આશા

ગાંધીનગર: રાજ્યમાં આ વખતે વહેલો અને સારો વરસાદ (Good rain) થવાના કારણે 2004 પછી આ વર્ષે મગફળીનું વાવેતર(Peanut planting) વધીને 20 લાખ હેક્ટર થયું છે. જેના પગલે આ વખતે રાજયમાં મગફળીનું બમ્પર ઉત્પાદન (Peanut production)થવાની સંભાવના છે. જો કે, સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.(Saurashtra Oil Mill Assoc) દ્વારા એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે કે આ મગફળીનું બમ્પર ઉત્પાદન નિકાસ (Product export) અને સમગ્ર ખાદ્યતેલ બજાર (Edible oil market) ને પણ અસર કરશે. રાજ્યમાં 2004 પછી અત્યાર સુધીનું સૌથી વધુ મગફળીનું વાવેતર થયું છે. ચાલુ વર્ષે મગફળીનું 20 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે ગત વર્ષે 15 લાખ હેક્ટર જેટલું હતું. સોમા દ્વારા હવે મગફળીની નિકાસ પર રાહતો આપવા માંગ કરવામાં આવી છે. 2019-20માં મગફળીનું ઉત્પાદન 32.15 લાખ ટન થયું હતું. આ વખતે તેમાં 10 લાખ ટન વધારે ઉત્પાદન થવાની સંભાવના રહેલી છે.

Related Posts