શહેરમાં વધુ 151 કેસ, આ ઝોનમાં સૌથી વધુ 45 કેસ

શહેરમાં કોરોના પોઝિટીવ કેસોની (Corona Positive Cases) સંખ્યા વધતી જાય છે. મંગળવારે વધુ 151 કેસ સામે આવ્યા હતા. આ સાથેજ કુલ કેસની સંખ્યા 18,902 થઈ છે. જ્યારે મંગળવારે એક વ્યક્તિનું મોત નોંધાયું હતું. શહેરમાં કુલ મૃત્યુઆંક 651 થયો છે. બીજી તરફ જિલ્લામાં (District) પણ કેસ ઘટવાનું નામ નથી લેતા. મંગળવારે જિલ્લામાં 104 કેસ નોંધાયા હતા. જિલ્લામાં કુલ કેસની સંખ્યા 5971 થઈ છે. જોકે મંગળવારે જિલ્લામાં એક પણ મોત નોંધાયું ન હતું જે સારા સમાચાર કહી શકાય.

શહેરમાં વધુ 151 કેસ, આ ઝોનમાં સૌથી વધુ 45 કેસ

શહેરમાં અઠવા ઝોનમાં (Athwa Zone) કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લેતા. બીજી તરફ મંગળવારે સેન્ટ્રલ ઝોન અને વરાછા ઝોનમાં પણ કેસમાં વધારો નોંધાયો હતો. અઠવા ઝોનમાં સૌથી વધુ 45 કેસ નોંધાયા હતા જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 14, વરાછા એ માં 17, વરાછા બી માં 10, રાંદેરમાં 27, કતારગામમાં 16, લિંબાયતમાં 11 તેમજ ઉધનામાં 11 કેસ નોંધાયા હતા. આ તરફ શહેરમાં રિકવરી રેટ 88.6 ટકા પર પહોંચ્યો છે. મંગળવારે વધુ 166 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 16,742 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

જિલ્લામાં પણ કેસ ઘટવાનું નામ નથી લેતા. મંગળવારે જિલ્લામાં 104 કેસ નોંધાયા હતા. જિલ્લામાં કુલ કેસની સંખ્યા 5971 થઈ છે. જોકે મંગળવારે જિલ્લામાં એક પણ મોત નોંધાયું ન હતું જે સારા સમાચાર કહી શકાય. જિલ્લામાં ચોર્યાસીમાં 34, ઓલપાડમાં 10, કામરેજમાં 9, પલસાણામાં 10, બારડોલીમાં 20, મહુવામાં 6 તથા માંગરોળમાં 15 કેસ નોંધાયા હતા. મંગળવારે 113 દર્દીઓને સાજા થતાં રજા અપાઈ હતી.

શહેરમાં વધુ 151 કેસ, આ ઝોનમાં સૌથી વધુ 45 કેસ

મનપા કમિશનરે રેલવે સ્ટેશન પર રાઉન્ડ લીધો
શહેરમાં હવે તમામ ધંધા-રોજગાર શરૂ થઈ ચુક્યા છે. ત્યારે વતન ગયેલા પરપ્રાંતિય મજુરો પણ મોટી સંખ્યામાં શહેરમાં પરત ફરી રહ્યા છે. જેને પગલે મંગળવારે સવારે મનપા કમિશનર બંછાનિધિ પાની રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું. ખાસ કરીને વતનથી પરત આવી રહેલા શ્રમિકોને કામકાજના સ્થળો પર સાવચેતી રાખવા માટે પણ શ્રમિકોને જણાવ્યું હતું. તેમજ રેલવે સ્ટેશન પર મનપા કમિશનરના હસ્તે શ્રમિકોને માસ્ક અને સેનેટાઈઝર પણ આપવામાં આવ્યાં હતાં.લોકડાઉનમાં વતન જતા રહેલા શ્રમિકો હવે ધીરેધીરે પરત ફરી રહ્યાં છે. ઉદ્યોગો ધમધમતા થતાં શ્રમિકોને ખાસ ટ્રેન મારફતે બોલાવવામાં આવી રહ્યાં છે. જેથી મનપા કમિશનરે પણ રેલવે સ્ટેશન પર વધુમાં વધુ ટેસ્ટ કરવા સાથે જ કામકાજના સ્થળો પર પણ સાવચેતી રાખવા માટે શ્રમિકોને જણાવ્યું હતું. સાથે જ રેલવે વિભાગના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી.

Related Posts