દર્દીઓએ દિવસમાં એકથી બે વાર ઓક્સિજન સેચ્યુરેશન માપવું જોઈએ : ડો. અનિષા ચોકસી

ગાંધીનગર: અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) નાં એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટ (Department of Anesthesia) નાં એસોસિએટ પ્રોફેસર ડો.અનિષા ચોક્સી ( Dr. Anisha Choksi) કહે છે કે, કોરોના વાઈરસ (Symptoms of covid19)ની મુખ્ય તકલીફ શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ (Oxygen level) ઘટી જવા સાથે સંકળાયેલી છે. આવી પરિસ્થિતિઓમાં સમયાંતરે માપન (Periodic measurements) કરવું અતિ આવશ્યક છે.

દર્દીઓએ દિવસમાં એકથી બે વાર ઓક્સિજન સેચ્યુરેશન માપવું જોઈએ : ડો. અનિષા ચોકસી

માપન દ્વારા મળતું ઓક્સિજનનું પરિણામ ગંભીરતા નક્કી કરે છે. માઈલ્ડ અને મોડરેટ લક્ષણો (Mild and moderate features) ધરાવતા દર્દીઓને હોમ આઈસોલેશન (Home isolation) રાખવામાં આવે છે. પલ્સ ઓક્સિમીટર તમારી પાસે હોય તો તેના થકી ઓક્સિજન સેચ્યુરેશન માપી શકો છો. સામાન્ય રીતે દિવસમાં એક-બે વાર ઓક્સિજન સેચ્યુરેશન માપવું જોઈએ જો તેનું પ્રમાણ ઓછું થાય તો તે ખતરાનું એલાર્મ દર્શાવે છે. જે વધારે માત્રામાં ઘટી જાય તો દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવા માટે જરૂરી બની જાય છે. પ્રાથમિક તબક્કે જ આવી ગંભીરતા ધરાવતા દર્દીઓને હોસ્પિટલાઈઝ કરવામાં આવે તો જલ્દી સારવાર મળવાથી સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે.

દર્દીઓએ દિવસમાં એકથી બે વાર ઓક્સિજન સેચ્યુરેશન માપવું જોઈએ : ડો. અનિષા ચોકસી

કોરોના મહામારીનાં વકર્યા બાદ કોરોનાનો ભોગ બનેલા તમામ લોકોને શ્વાસ લેવાની તકલીફો થઈ આવે છે અને મનુષ્યના દિમાગ અને હ્રદયને ત્રણ મિનિટ સુધી ઓક્સિજન ન મળી રહે તો મનુષ્યનું મૃત્યુ થઈ શકે છે તેથી કોરોનાનો ભોગ બનેલા દર્દીઓએ શરીરમાં ઓક્સિજનની માત્રા જળવાઈ રહે તે માટે દિવસમાં બે થી ત્રણ વાર ઓક્સિજન સેચ્યુરેશન માપવુ જોઈએ અને ખાતરી કરી લેવી જોઈએ કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે કે સામાન્ય છે. કોરોનાનાં દર્દીઓને ક્યારેય પણ શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થઈ શકે છે તે માટે ઘણાં નિષ્ણાંત ડોક્ટરો પણ ઓક્સિજનનાં પ્રમાણની દિવસ દરમિયાન બે ત્રણ વાર ચકાસણી કરવા માટે સૂચનો કરી રહ્યા છે.

દર્દીઓએ દિવસમાં એકથી બે વાર ઓક્સિજન સેચ્યુરેશન માપવું જોઈએ : ડો. અનિષા ચોકસી

આ સંજોગોમાં સેચ્યુરેશન ઓફ પેરીફેરલ ઓક્સિજનને દરેક ઘરમાં રાખવુ ફાયદાકારક સાબિત થઈ શકે છે જેને ડિજીટલ પલ્સ ઓક્સિમીટર તરીકે પણ ઓળખાય છે. આ મુખ્યત્વે મનુષ્યનાં લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે તે દર્શાવે છે. માનવ શરીરને લગભગ 98 ટકા જેટલું ઓક્સિજન જરૂરી છે જે એખ સ્વસ્થ વ્યક્તિની નિશાની છે. ડો. અનિષા ચોકસીએ જણાવ્યુ હતુ કે કોવિડ-19 મુખ્ય તકલીફમાં પ્રથમ ઓક્સિજનનું પ્રમાણ ઘટવાનું છે. તે માટે સમય-સમય પર ઓક્સિજનનું માપન જરૂરી છે. જો આવી પરિસ્થિતિમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે તો દર્દીને જલ્દી સારવાર માટે હોસ્પિટલાઈઝ્ડ કરવું પડશે.

Related Posts