Vadodara

ફરી પારુલ યુનિવર્સીટીનું નામ વિવાદોમાં: 24 વર્ષીય યુવતીને કેફી પીણું પીવડાવી બળત્કાર

વડોદરા : મૂળ હરિયાણા (Haryana)ના રોહતકની અને હાલ વડોદરા (Vadodara)ની પારૂલ યુનિવર્સિટી (Parul Univesity)માં એલએલબી (LLB)નો અભ્યાસ કરતી 24 વર્ષીય યુવતીને કેફી પીણું (drinks) પીવડાવી પાવાગઢના ટ્રસ્ટી (Trusty) રાજુ ભટ્ટ અને સીએ કંપનીના માલિક અશોક જૈને મળી દુષ્કર્મ (Rape) આચરતા બળાત્કારીઓ વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આટલું જ નહીં સીએ કંપનીના માલિક અને જમીન લે-વેચ કરતા ઇન્વેસ્ટરે યુવતી (Girl)ને ફરિયાદ નહીં કરવા માટે જમીનમાં 50 ટકાની ભાગીદારી (Partner) બનાવીશું અને નવી કંપનીમાં CEO બનવવાની લાલચ આપી હતી. ગોત્રી પોલીસે (Gotri police) બંને વિરુદ્ધ બળાત્કાર, મારઝૂડ અને ધમકીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હરિયાણાના રોહતકની અને વડોદરાના દિવાળીપુરામાં રહેતી 24 વર્ષીય યુવતી પારૂલ યુનિવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે. યુવતીના માતા પિતા હરિયાણામાં રહે છે. યુવતીનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતા લાઇઝનીંગની તાલીમ માટે ચકલી સર્કલ સ્થિત એમ્સ કો એન્ડ સન્સ કંપનીમાં લેન્ડ લો ટ્રેનિંગ પ્રોજેક્ટમાં પાંચ મહિનાથી કામ કરે છે. આ એમ્સ કો એન્ડ સન્સ કંપનીના મલિક અશોક અશકરણ જૈને યુવતીને રહેવા માટે ભાડેથી ફ્લેટ આપ્યો હતો.

દરમ્યાન એક મહિના પહેલા અશોક જૈને યુવતીના ફ્લેટ પાસે પહોંચી ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સાથે મિટિંગ કરવાની હોવાનું જણાવી યુવતીને પોતાની મર્સીડિઝ કારમાં બેસાડી વાસણાની હેલીગ્રીનમાં આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં પહેલાથી હાજર રાજુ સાથે યુવતીએ અને અશોકે મિટિંગ કરી હતી. દરમિયાન અશોક જૈને પ્લાસ્ટિકના ગ્લાસમાં પેપ્સી ભરી તેમાં નશાયુક્ત પદાર્થ ભેળવી તે યુવતીને પીવડાવી દીધું હતું. અને બાદમાં અશોકે યુવતી સાથે છેડછાડ કરી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરતા યુવતીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અશોકે યુવતીને ત્યાંથી ઘરે જવા દીધી હતી. પાંચ દિવસ બાદ અશોકે યુવતીને ફોન કરી ફરી ઓફિસે બોલાવી જે કંઈ થયું તે ભુલી જઇ સહારા ઇન્ડસ્ટ્રીઝની ડીલમાં જે ફાયદો થશે, તેમાં 50 ટકા ભાગ અને રિયલ એસ્ટેટની કંપનીમાં CEO તરીકેની પોસ્ટ આપવાની લાલચ આપી ફરિયાદ કરવાની ના પાડી હતી.

ત્યારબાદ ત્રણ દિવસ પછી અશોક ફરીથી યુવતીના ઘરે પહોંચી યુવતીને મારમારી પોતાની હવસનો શિકાર બનાવ્યા બાદ અશોકે ઇન્વેસ્ટર રાજુ સાથે પણ સંબંધ બાંધી તેને ખુશ કરવા જણાવી ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે રાજુએ યુવતીના ઘરે પહોંચી બળાત્કાર ગુજાર્યો હતો. જેનું રાજુએ રેકોર્ડિંગ કરી વાયરલ કરી બદનામ કરી નાખવાની ધમકી આપી હતી. ગત તા. 14 સપ્ટેમ્બરે અશોકે યુવતીને ઓફિસ બોલાવી અન્ય એક ઇન્વેસ્ટરને ખુશ કરી દે તેમ કહેતા યુવતીએ ના પાડતા અશોકે પોતાના મોબાઈલમાં અશોક અને રાજુ સાથેના યુવતીના બીભત્સ ફોટો તેમજ ફ્લેટમાં કેવી રીતે રહે છે તેનું રેકોર્ડિંગ બતાવી ફોટો અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી અશોકે યુવતીના બીભત્સ ફોટો યુવતીના મિત્રને મોકલી આપ્યા હતા.

અશોકે યુવતીના ફ્લેટમાં એસીની બાજુમાં સ્પાઇ કેમેરા લગાવ્યા હતા
દરમિયાન યુવતીએ ઘરે જઇ તપાસ કરતા એસીની બાજુમાં સ્પાઇ કેમેરા લગાવેલા મળ્યા હતા. ત્યારે યુવતીનો મિત્ર ઘરે આવ્યો હતો અને તેને સમગ્ર ઘટના જણાવી વતન રોહતક જવા નીકળી હતી. જ્યાં દિલ્હી પહોચ્યા બાદ અશોકે ફરીથી યુવતીને ફોન કરી ધમકાવી હતી. જેથી યુવતીએ પરત ફરી ગોત્રી પોલીસ મથકમાં એમ્સ કો એન્ડ સન્સ કંપનીના મલિક અશોક અને ઇન્વેસ્ટર રાજુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર, મારઝૂડ અને ધાક ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અશોક જૈને યુવતીને ફોન કરીને લેપટોપ સાથે લઈને ઓફિસ ઉપર બોલાવી હતી
રાજુએ તા 11 સપ્ટેમ્બરના રોજ યુવતીના મોબાઈલ પર યુવતીના બીભત્સ ફોટા મોકલ્યા હતા. જેથી યુવતીએ અશોક જૈનને ફોન કરીને આ બધુ શું છે. તેમ જણાવતા યુવતીને ઓફિસ ઉપર લેપટોપ લઈને બોલાવી હતી. ત્યારે યુવતીએ મોબાઈલમાં જે ફોટા આવ્યા છે તે બતાવતા અશોકે ફોન તોડી નાંખી નવો ફોન અપાવ્યો હતો.

અશોક જૈને કહ્યુ, ફોટા ભુલથી વાયરલ થયા
નરાધમ અશોક જૈને પીડિતાને ફોન કરી મિત્રને ફોટા વાયરલ કર્યાની ભુલ થઈ હોવાનું જણાવ્યું હતું. યુવતી તા.15 સપ્ટેમ્બરે દિલ્હી જવા નીકળી ત્યારે રસ્તામાં અશોક જૈને ફોન કરી તારા મિત્રને ફોટા ભુલથી વાયરલ થઈ ગયા છે અને જે થયુ તે પુરૂ કરી દેવાનું જણાવી ફોન કાપી નાંખ્યો હતો.

યુવતી જ્યાં રહેતી હતી ત્યાં અગાઉ પણ બે ત્રણ વાર આવુ થઈ ચુકયું છે

યુવતી દિલ્હી ગયા બાદ વડોદરામાં રહેતા મિત્રને ફોન કરી જણાવ્યું હતું કે, તું મારા ઘરે મજુર લઈને જા અને જે સામાન છે તે લઈ આવજે અને ટ્રાન્સપોર્ટ દ્રારા મારા ઘરે મોકલી આપજે. જેથી મિત્ર યુવતીનો સામાન લેવા માટે ફ્લેટ ઉપર માણસો સાથે ગયો હતો. ત્યારે ત્યા હાજર રહેલા વ્યક્તિએ મિત્રને જણાવ્યું હતું કે, અગાઉ પણ અહી બે ત્રણ વાર આવું થઈ ચુક્યું છે.

Most Popular

To Top