બાળકોની માતાપિતા પાસેની અપેક્ષાઓ સમજીએ….

દિવાળી નિમિત્તે જૂનું સાહિત્ય ફંફોસતા સુરતની નવયુગ આર્ટસ કોલેજના વાર્ષિક મુખપત્ર નવોન્મેષનો વર્ષ ૨૦૧૫-૧૬ નો અંક હાથમાં આવી પડ્યો. પુનઃ આ અંકમાંથી પસાર થવાનું બન્યું.આ અંકમાં ગોહિલ જલધિ નામની એમ.એ. સેમેસ્ટર -૨ ની વિદ્યાર્થિનીએ બાળકો માતાપિતા પાસે કઈ કઈ અપેક્ષાઓ રાખે છે?એ શીર્ષક હેઠળ રજૂ થયેલી વાતો ખૂબ જ ઉપયોગી અને મૂલ્યવાન જણાઈ.તદનુસાર બાળકોની માતાપિતા પાસેની અપેક્ષાઓ આ પ્રમાણે નોંધવામાં આવી છે:

૧.બાળકોની હાજરીમાં માતાપિતા ઝઘડો ન કરે.૨.બાળકો સામે માતાપિતા જૂઠું ન બોલે.૩.બાળકોની જીજ્ઞાસા સંતોષવા તત્પર રહે.૪.માતાપિતા પોતાના દરેક સંતાનને એકસરખો પ્રેમ આપે.૫.માતાપિતા વચ્ચે પરસ્પર સહિષ્ણુતાનો ગુણ કેળવાયેલો હોય.૬.બાળકો સાથે મૈત્રીભાવ દાખવે.

૭.બાળકોના મિત્રોને આદરણીય મહેમાન સમજીને આવકારે.૮.બાળકોના મિત્રોની હાજરીમાં વખાણ કરે.૧૦.બાળકોના અવગુણોની સાથે ગુણોનો પણ ઉલ્લેખ કરે.૧૧.બાળકો પ્રત્યે પ્રેમ અને લાગણીનું સાતત્ય જાળવી રાખે.બાળકોની એમના માતાપિતા પાસેની આ અપેક્ષાઓ સ્વયંસ્પષ્ટ છે.નવા વર્ષમાં જો આપણે બાળકોની આ અપેક્ષાઓને સમજીએ તો……

નવસારી -ઇન્તેખાબ અનસારી – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts