મોબાઈલ શોરૂમને કલમ ૧૪૪ના ભંગ બદલ પાલિકાનો દંડ : પોલીસ દ્વારા કાર્યવાહી કેમ નહીં?

શોરૂમના તાળા માર્યા મુદ્દે તસવીર લેવા જતા મીડીયા કર્મીનો મોબાઈલ ફોન આંચકવાના શોરૂમના કર્મચારી દ્વારા પ્રયાસ

(પ્રતિનિધિ) આણંદ, તા.૨૯ આણંદના શહેરના ગોપાલ ચોકડી વિસ્તારમાં આવેલ મોબાઈલ શોરૂમમાં કોરોના અંતર્ગત સોશીયલ ડીસ્ટન્સ નિયમના લીરા ઉઠવા પામતા પાલિકાએ શોરૂમને લોક કરી પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પરંતુ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા સવાલ ઉઠવા પામ્યા હોવાનું જાણવા મળેલ છે.

પ્રા વિગતો અનુસાર છેલ્લા ચાર માસથી કોરોના સંક્રમણના પગલે લોકડાઉનની સ્થિતિ વચ્ચે કોરોના અંતર્ગત કાયદાના પાલન કરાવવા માટે પોલીસ તંત્ર દ્વારા વેપારીઓ થી લઈ સામાન્ય નાગરીક સુધીના ઓ વિરૂધ્ધ કાનીનૂ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે.

છેલ્લા એક માસથી આણંદ શહેર સહિત જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણના પગલે તંત્ર દ્વારા વેપારી વર્ગને સ્વૈચ્છીક લોકડાઉન માટે આગ્રહ સેવવામાં આવવા સાથે કોરોના અંતર્ગત નિયમના લીરા ઉડવા પામતા હોય તેમ શહેરના ગોપાલ ચોકડી વિસ્તારમાં આવેલ શાસ્ત્રીબાગ તરફ જવાના માર્ગ પરના સારેગામા મોબાઈલ શોરૂમમાં ગતરોજના સોશીયલ ડીસ્ટન્સના લીરા ઉડવા પામતા હોવાના પગલે પાલિકાએ શોરૂમ સ્થળ પર પહોંચી શોરૂમને તાળા મારવા ચીરાગ  ઉપરાંત રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

 પરંતુ સામાન્ય વેપારીઓથી લઈ નાગરીક પર કોરોના નિયના ઉલ્લંઘન બદલ કાનૂની કાર્યવાહી હાથ ધરવા પોલીસ તંત્ર દ્વારા મોબાઈલ શોરૂમના સંચાલક વિરૂધ્ધ કોઈ કાર્યવાહી હાથ ન ધરતા સ્થાનિક બજારમાં ચર્ચાનો મુદ્દો બનવા પામ્યો હોવાનું જાણવા મળેલ છે. તો બીજીબાજુ તંત્રની વહાલા દવલાની નીતી ઉજાગર થવા પામી રહયાની આશંકા પણ પ્રવર્તવા પામી હોવાનું જાણવા મળેલ છે.

નવાઈની વાત તો એ છે કે પાલિકાની ટીમ દ્વારા મોબાઈલ શોરૂમના સંચાલક વિરૂધ્ધ કોઈ કાર્યવાહી હાથ ન ધરતા સ્થાનિક બજારમાં ચર્ચાનો મુદ્દો બનવા પામ્યો હોવાનું જાણવા મળેલ છે. તો બીજીબાજુ તંત્રની વહાલા દવલાની નીતી ઉજાગર થવા પામી રહયાની આશંકા પણ પ્રવર્તવા પામી હોવાનું જાણવા મળેલ છે.

 તો નવાઈની વાત એ છે કે પાલકાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવા સમયે મીડીયા કર્મી આ બાબતનું કવરેજ કરવા માટે તથા શોરૂમના તાળા માર્યા મુદ્દે તસવીર લેવા જતા મોબાઈલ ફોન આંચકવાના શોરૂમના કર્મચારી દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવતા મામલો ચર્ચાની એરણે ચઢવા પામ્યો હોવાનું જાણવા મળેલ છે.

Related Posts