પાકિસ્તાની જાસૂસની NIA દ્વારા ધરપકડ

રિક્ષા ડ્રાઇવરમાંથી કપડાનો વેપારી બની ગયેલો ઇમરાન ગિતેલી આઇએસઆઇનો એજન્ટ બની ગયો : દેશની સંવેદનશી માહિતી પાકિસ્તાની જાસૂસી સંસ્થાને પહોંચાડતો હતો

(પ્રતિનિધિ)વડોદરા,તા.૧૫ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ની ટીમે ગોધરામાંથી પાકિસ્તાની જાસૂસને સોમવારે મોડી રાત્રે ઝડપી પાડ્યો છે. NIAની ટીમે પાકિસ્તાની જાસૂસ ઇમરાન ગિતેલીની પૂછપરછ શરૂ કરી દીધી છે. ઇમરાન ગિતેલી વિશાખાપટ્ટનમ જાસૂસી કેસનો પણ મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે.

પાકિસ્તાન માટે જાસૂસ કરતો ૩૭ વર્ષીય ઇમરાન ગિતેલી મૂળ ગોધરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તે પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો. આ અંગે માહિતી મળતાં NIA ની ટીમ ગોધરા ખાતે પહોંચી ગઈ હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈને જાસૂસ ઇમરાન ગિતેલીને ઝડપી પાડ્યો હતો.  ઇમરાન ગિતેલીના મોબાઇલમાંથી NIAને વાંધાજનક દસ્તાવેજો મળ્યા હતા. આ ઉપરાંત તેના ઘરમાંથી પણ ડિજીટલ ડિવાઇઝ અને દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા. જેને પગલે NIAની ટીમે તેના ઘરમાંથી જ સોમવારે રાત્રે દબોચી લીધો હતો. તે પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઇએસઆઇ માટે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ઇમરાન યાકુબ ગિતેલી ગોધરાનો રિક્ષાચાલક છે અને તેનાં સગાં પાકિસ્તામાં જ રહેતાં હોવાનું જાણવા મળ્યું છે.

NIAના જણાવ્યા મુજબ, આ મામલો એક આંતરરાષ્ટ્રીય જાસૂસી રેકેટનો છે, જેમાં પાકિસ્તાનમાંથી ભારતમાં એજન્ટોની ભરતી કરવામાં આવે છે, જેનું કામ ભારતીય નૌસેનાનાં જહાજો અને પનડુબ્બીઓની આવનજાવન અને રક્ષા પ્રતિષ્ઠાનોનાં લોકેશન સંદર્ભે સંવેદનશીલ અને વર્ગીકૃત જાણકારી ભેગી કરવાનું હોય છે અને તમામ માહિતીને પાકિસ્તાનમાં મોકલવામાં આવે છે. NIAએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે. NIAની ટીમે ઇમરાન ગિલેતીના ઘરે સર્ચ કરીને ડિજીટલ ડિવાઇઝ અને મહત્વના દસ્તાવેજો કબજે કર્યાં છે અને વધુ તપાસ માટે તેને હેદરાબાદ લઇ જવાયો હોવાનું જાણવા મળ્યું છે. વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં ગોધરાના ૩૭ વર્ષના રીક્ષાચાલક અને NIAના જાસૂસ ઇમરાન ગિતેલીની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી(NIA)એ ધરપકડ કરી છે. ઇમરાન ગિતેલી પાકિસ્તાનથી રેડિમેડ કપડા લાવીને ગોધરામાં વેપાર કરતો હતો. જેના માટે તે ૫થી ૬ વખત પાકિસ્તાન જઇ આવ્યો હતો. આ દરમિયાન જ તે પાકિસ્તાનની ગુચર એજન્સી આઇએસઆઇનો જાસૂસ બની ગયો હોવાનું જાણવા મળ્યું છે.

વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં ઇમરાનની મહત્વની ભૂમિકા

વિશાખાપટ્ટનમાં બહાર આવેલા જાસૂસી કાંડમાં ૧૪ આરોપીઓ સામે ચાર્જશિટ દાખલ કરવામાં આવી છે, જેમાં ગોધરાના ઇમરાન ગિલેતી મહત્વની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. દેશની સુરક્ષાને લગતી મહત્વની ગણાતી વિગતો પાકિસ્તાનના ISIને આપવામાં આવી હતી. જેને બદલામાં એસોસિયેટ બેંક એકાઉન્ટ થકી રૂપિયા પહોંચાડવામાં આવ્યા હતા. તેણે સંવેદનશિલ અને વર્ગીકૃત માહિતીના બદલામાં તેને ભારતીય નેવીના વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્ફસર કર્યાં હોવાનું ખુલ્યું છે.

ભારતીય નેવીના વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્ફસર કર્યા

દેશની સુરક્ષાને લગતી મહત્વની ગણાતી વિગતો પાકિસ્તાનના ISIને આપવામાં આવી હતી. જેને બદલામાં એસોસિયેટ બેંક એકાઉન્ટ થકી રૂપિયા પહોંચાડવામાં આવ્યા હતા. આ મામલે ૧૫ જૂને ISIએ ૧૪ આરોપીઓ સામે ચાર્જશિટ દાખલ કરી હતી. જાસૂસી ષડયંત્રમાં ઇમરાન ગિતેલીની મહત્વની ભૂમિકા સામે આવી હતી. ઇમરાન ગિતેલી રીક્ષા ચલાવવાની સાથે પાકિસ્તાન સાથે કાપડનો પણ વેપાર કરતો હતો. તેણે સંવેદનશિલ અને વર્ગીકૃત માહિતીના બદલામાં તેને ભારતીય નેવીના વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્ફસર કર્યાં હોવાનું ખુલ્યું છે.

મોટા ભાગના સંબંધીઓ પાકિસ્તાનમાં હોવાથી ઇમરાન વારંવાર પાકિસ્તાન જતો હતો

પાકિસ્તાની જાસૂસ ઇમરાન ગિતેલી ગોધરા પોલન બજાર વાલી ફળીયામાં પત્ની, ૪ બાળકો અને માતા-પિતા સહિત પરિવાર સાથે રહે છે. તેના પરિવારજનો ઇમરાનની ગતિવિધિઓથી અજાણ હોવાનું સામે આવ્યું છે. ઇમરાનના મોટા ભાગના સગા-સંબંધીઓ પાકિસ્તાનમાં જ રહે છે, જેથી તે વારંવાર પાકિસ્તાન જતો હતો અને પાકિસ્તાનથી રેડીમેડ કપડા લાવીને ગોધરામાં વેચાણ કરતો હતો. ઇમરાન ગોધરા રેલવે સ્ટેશન વિસ્તારમાં રીક્ષા પણ ચલાવતો હતો અને તે વરલી મટકા અને આંકડાનો જુગારનો રમાડતો હતો.

ઇમરાનની કરતૂતોથી પરિવાર અજાણ છે

ગોધરાનો રીક્ષા ચાલક ઇમરાન ગિતેલી NIAનો જાસૂસ બની ગયો હોવાની વાતથી તેનો પરિવાર અજાણ હોવાનું જાણવા મળ્યું છે. દીકરાના જાસૂસ હોવાના સમાચાર મળતા પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો છે.

Related Posts