World

પાકિસ્તાન-તાલિબાન તણાવ: પાકિસ્તાનની ફોજનો TTPના 33 આતંકવાદીઓનો ખાતમો કરી નાંખયાનો દાવો

નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેના તણાવમાં પાકિસ્તાની સેનાએ 40 કલાકમાં ટીટીપીના ડ્રામાનો અંત લાવી દીધો છે. આ જાણકારી પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આપી હતી. પાકિસ્તાનની ફોજે ટીટીપીના 33 આતંકવાદીઓને ખાતમો કરી નાંખયાનો દાવો કર્યો છે. આ ઉપરાંત પાકિસ્તાની સેનાના આ ઓપરેશ પછી આકાશમાં ધુમાડો દેખાઈ રહ્યો હતો. મળતી માહિતી મુજબ આ ઓપરેશનમાં પાકિસ્તાનના બે કમાન્ડો પણ માર્યા ગયા હતાં.

જણાવી દઈએ કે તાલિબાનના આતંકવાદીઓએ (Taliban Terrorist) પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર (CTD) પર હુમલો (Attack) કર્યો અને કેટલાક પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યા હતા. આ ઉપરાંત  ટીટીપીના આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વાના બન્નુ કેન્ટોનમેન્ટ સેન્ટર પર આ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ સીટીડીના એક ભાગને સંપૂર્ણપણે કબજે કરી લીધો હતો અને ત્યાંના કેટલાક સુરક્ષા કર્મચારીઓને બંધક બનાવી લીધા હતા. આ સાથે તેઓએ તાલિબાની આતંકવાદીઓએ કેટલાક વોન્ટેડ આતંકવાદીઓને મુક્ત પણ કર્યા હતા.

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે વઘુમાં જણાવ્યું હતું કે બન્નું જિલ્લામાં કબજો જમાવનારા તમામ ટેરેરિસ્ટનો ખાતમો કરવામાં આવ્યો હતો. ટીટીપીએ પાકિસ્તાનના મેજબ સહિત 4 ફોજીઓને ત્રણ દિવસથી બંધક બનાવી રાખ્યા હતાં. ત્યાર પછી પાકિસ્તાને 16 મોલવીઓને અફઘાનિસ્તાન મોકલ્યા હતાં પરંતુ ટીટીપી આતંકવાદીઓએ તેઓની વાત માની ન હતી. જાણકારી મળી આવી છે કે ટીટીપીના આતંકવાદીઓ આફઘાનિસ્તાન જવા માટે હેલિકોપ્ટરની માગ કરી રહ્યાં હતાં. આ માગ પછી પાકિસ્તાની સેના પણ ટેન્શનમાં આવી ગઈ હતી.

પાકિસ્તાનના રક્ષામંત્રીએ જાણકારી આપી છે કે સરકાર આતંકવાદીઓના આ આતંકને રોકવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે જ આ મિલિટ્રી ઓપરેશન શરૂ કરવું પડ્યું હતું. આતંકવાદીઓએ 1 ઓફિસર તેમજ ધણાં પોલીસકર્મીની હત્યા કરી હતી. આ સાથે જે પોલીસ કર્મીઓને બંધક બનાવવામાં આવ્યા હતા તેઓને છોડાવવામાં પણ સરકાર નિષ્ફળ નીવડી હતી. તેમજ જયારે મોલવીઓ તેઓ પાસે ગયા ત્યારે તેઓએ બંઘકોને છોડવવા માટે પોતાને સુરક્ષિત અફઘાનિસ્તાન મોકલવા માટેની માગ કરી હતી.

Most Popular

To Top