સૌરાષ્ટ્રની 8 બોટનું અપહરણ કરીને પાક મરિન એજન્સી 45 માછીમારોને ઉપાડી જતાં તંગદિલી

ગાંધીનગર : લદ્દાખ સરહદે એક તરફ ચીન સામે ભારતીય લશ્કર સતત સ્થિતિ પર બાજ નજર રાખી રહ્યું છે ત્યારે આજે સૌરાષ્ટ્રના સાગરકાંઠે (On the coast of Saurashtra) પાકિસ્તાન દ્વ્રારા નાપાક હરકત કરીને સૌરાષ્ટ્રની આઠ જેટલી બોટ (eight boats from Saurashtra)ને ઉપાડી જઈને તેમાં માછીમારી કરી રહેલા 45 માછીમારો પકડી લીધા છે. આ તમામ માછીમારોને કરાંચી લઈ જવામાં આવ્યા છે. આ વખતે પાક મરિન એજન્સી (Crop Marine Agency)ની બોટ ભારતીય જળ સીમા (Indian waters border)ની અંદર ધસી આવી હતી એટલું જ નહીં બંદુકની અણીયે સોરાષ્ટ્રના માછીમારોનું અપહરણ (Kidnapping of fishermen) કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રની 8 બોટનું અપહરણ કરીને પાક મરિન એજન્સી 45 માછીમારોને ઉપાડી જતાં તંગદિલી

પોરબંદર ખાતે માછીમાર (Fisherman) એસોસિએસનના સૂત્રોએ કહ્યું હતું કે 8 બોટ પૈકી વેરાવળની 6 બોટ અને પોરબંદરની 2 બોટની પકડીને કરાંચી લઈ જવાઈ છે. જેમાં 45 માછીમારો હતા. આ રીતે 45 માછીમારોનું પાક મરિન એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવતા તેમના પરિવારજનોમાં ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. એટલુ જ નહીં સરકારે ત્વરિત દરમ્યાનગીરી કરીને તેઓને મુક્ત કરવાની માગ પણ કરી છે. તા.1 લી ઓગસ્ટથી જ સૌરાષ્ટ્રના સાગરકાંઠે અરબી સમુદ્રમાં માછીમારી માટેની સિઝન શરૂ થઈ છે, તે પહેલા જ આવી ઘટના બનતા માછીમારોમાં થોડોક ગભરાટનો માહોલ ઊભો થયો છે. હજુયે પાકની જેલમાં 500થી વધુ માછીમારો જેલમાં રહેલા છે.

સૌરાષ્ટ્રની 8 બોટનું અપહરણ કરીને પાક મરિન એજન્સી 45 માછીમારોને ઉપાડી જતાં તંગદિલી

પાકિસ્તાન પોતાના નાકામ કાવતરાને હંમેશા ઘડવામાં લાગેલ હોય છે અને એવામાં તેઓ સફળ થઈ જાય છે. રાજ્યને લાંબો દરિયા કિનારો મળે છે અને પાકિસ્તાન ભારતીય જળસીમામાં ઘૂસણખોરી કરીને પોતાની હરકતથી શર્મશાર થાય છે. પાકિસ્તાન બંદૂકનાં જોરે માછીમારોનું અપહરણ કર્યુ જેમાં પોરબંદરની 6 અને વેરાવળની 2 બોટ સહિત 45 માછીમારોનું અપહરણ કર્યુ છે. એવામાં માછીમારોનાં પરિવારનાં સભ્યો માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે અને પરિવારજનો ચિંતામાં મુકાયા છે એવામાં પાકિસ્તાને કરેલી નાપાક હરકતનો ભોગ બનેલા આપણા માછીમારોને ફરી લાવવા માટે હવે માગ ઉઠી છે. 500 જેટલા માછીમારો છે જે હજી સુધી પાકિસ્તાનનાં જેલમાં છે અને તેમણે મુક્ત કરાયા નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અહીં આવતાં કેટલાક માછીમારો આંસુમાં ભરાઈ ગયા હતા, જ્યારે કેટલાક લોકોએ માછીમારી ફરી કેવી રીતે શરૂ કરવી તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી, કારણ કે તેઓએ કહ્યું હતું કે તેમની બોટ હજી પાકિસ્તાની અધિકારીઓના કબજામાં છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તો બીજી તરફ પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે.

Related Posts