Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર : છેલ્લા એક માસ કરતાં વધુ સમયથી રાજ્યભરમાં ચાલી રહેલુ કિસાન સંઘનું (Kisan Sangh) ખેડૂત (farmer) આંદોલન (Movement) આજે સમેટાઈ ગયું છે. રાજ્ય સરકારની મંત્રીઓની બનેલી કેબીનેટ સબ કમિટી સમક્ષ કિસાન સંઘના અગ્રણીઓની મહત્વની બેઠકોનો દોર યોજાયો હતો. જેના અંતે ખેડૂત આંદોલન સમેટાયું છે. રાજ્ય સરકારે ખેડૂતોની માંગણીઓને લઈને રૂા. 225 કરોડનું સહાય પેકે જાહેર કરવાનો નિર્ણય લીધો છે.આજે કેબીનેટ પ્રવક્ત્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે આજે ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે રૂપિયા ૨૨૫ કરોડનું સહાય પેકેજ જાહેર કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ખેડૂતોની માંગણી મુજબ હાલમાં ૭.૫ હોર્સપાવરના કનેક્શનનો ફિક્સ મીટર ચાર્જ રૂ. ૨૦ લેખે વસૂલવામાં આવે છે, જેમાં 75 ટકા ઘટાડો કરીને 5 રૂપિયા ચાર્જ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ નિર્ણયથી દર મહિનને ૧૫ લાખ ખેડૂત પરિવારોને સીધો લાભ થશે
રાજ્ય સરકારના આ નિર્ણયથી દર મહિનને ૧૫ લાખ ખેડૂત પરિવારોને સીધો લાભ થશે. આ માટે રાજ્ય સરકારને રૂ. ૨૨૫ કરોડનો બોજો પડશે.વાઘાણીએ કહ્યું હતું કે, ખેડૂતોની અન્ય માંગણીઓ જેવી કે, દર બે મહિને બિલિંગ, સ્વૈચ્છિક લોડ વધારો વગેરેનો લાભ ખેડૂતોને મળશે. આ ઉપરાંત વીજ મીટર બળી જવાના કિસ્સામાં વીજકંપનીની જવાબદારી નક્કી કરાઈ છે. ચાલુ કનેક્શનની સિક્યુરીટી ડિપોઝીટમાં રૂ. ૩૦૦ના નજીવા ચાર્જ સાથે સીધી-આડી લીટીના વારસદારોને ટ્રાન્સફર કરી શકાશે. રાજ્યવ્યાપી કેટલાંક વિસ્તારોમાં ઓછા વોલ્ટેજની સમસ્યા ક્યારેક ઉદભવે છે.

સંબંધિત વિભાગો સાથે સરકાર મુક્ત મને વિચારણા કરશે
ખાનગી કૃષિ યુનિવર્સિટીઓનું કડક રીતે દેખરેખ અને મૂલ્યાંકન કરવામાં આવશે. ડાર્ક ઝોનમાં આવતા ૩૬ તાલુકાઓમાં ડ્રીપ ઇરિગેશન માટે ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે લાભ આપાશે, જે અન્વયે ૮૫ ટકા જેટલો જીએસટી સરકાર ભોગવશે. પશુપાલકોના હિતમાં તબેલાના કનેક્શનમાં કોમર્શિયલ ભાવ ન ગણતા રાહત દરે વીજળી આપવા અંગેનો પ્રશ્ન કમિટિ સમક્ષ મૂકવામાં આવશે. ટ્રેક્ટર-ટ્રોલી જેવા કૃષિ સાધનો પરના ટેક્સમાં સુધારા અંગે વાહન વ્યવહાર તથા અન્ય સંબંધિત વિભાગો સાથે સરકાર મુક્ત મને વિચારણા કરશે. તેમણે જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯-૨૦ના પાક વીમા ચુકવણી અંગેનો મુદ્દે કોર્ટમાં ચાલી રહેલા કેસ અંગે સરકાર સકારાત્મક વિચારણા કરશે તેમજ રિ-સરવે અંગેની ખેડૂતોની રજૂઆતો અન્વયે મહેસૂલ વિભાગ દ્વારા કામગીરી હાલ પ્રગતિમાં છે.

To Top