Top News

More Posts

   The Latest

Most Popular

લોકસભાની ચૂંટણીનો પ્રચાર (Loksabha Election Campaign) સમગ્ર દેશમાં ધમધમી રહ્યો છે. વિવિધ પક્ષોનો એકબીજા પર આરોપ પ્રત્યારોપનો સિલસિલો પણ ચાલી રહ્યો છે. તેવામાં લોકસભા ચૂંટણીમાં ભાજપના (BJP) પ્રદર્શનને લઈને મમતા બેનર્જીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ભાજપ આ ચૂંટણીમાં 200 બેઠકો પણ જીતી શકશે નહીં. તેમણે કહ્યું છે કે ભાજપે દેશના બંધારણને નષ્ટ કર્યું છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ શનિવારે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) આગામી લોકસભા ચૂંટણીમાં 200 બેઠકો પણ જીતી શકશે નહીં. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી ગેરંટીને ખોટી ગણાવી હતી. ઉત્તર બંગાળના જલપાઈગુડીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભાજપ ભીમરાવ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણને નષ્ટ કરી રહી છે.

તૃણમૂલ કોંગ્રેસની ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું કે ભાજપ 200 બેઠકો પણ જીતી શકશે નહીં. તેમણે કહ્યું કે ભાજપો ઉત્તર બંગાળ માટે શું કર્યું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાંયધરીનો શિકાર ન થાઓ. આ એક ચૂંટણી સ્લોગન સિવાય બીજું કંઈ નથી. ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)એ આગામી ચૂંટણીમાં 400થી વધુ લોકસભા બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે પણ 200 બેઠકો પણ જીતી શકશે નહીં. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે તેણે દેશના બંધારણનો નાશ કર્યો છે જે બાબાસાહેબ આંબેડકરે તૈયાર કર્યું હતું.

To Top