ગત 05 જૂનના રોજ ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી. એમ. વેંકૈયા નાયડુના ખાનગી એકાઉન્ટ પરથી ટિવટરે બ્લૂ ટિક હટાવતાં દેશભરમાં ઉગ્ર વિરોધ થયો...
અમદાવાદમાં આગામી રથયાત્રા યોજાવાની પૂરી શકયતાઓ છે. એવું વર્તમાનપત્રોના અહેવાલ ઉપરથી લાગી રહયું છે! પણ આમ કરવું યોગ્ય હશે? રથયાત્રા યોજવાથી એક...
હાલમાં આપણે કોરોના કાળની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યા છીએ. સરકારે પહેલી લહેર વખતે ઘણાં પ્રોત્સાહક પેકેજો કે રાહત પેકેજો જાહેર કયાઁ...
સ્નેહાબહેન અને સૌરભભાઈ પતિ પત્ની હતાં. લગ્નને ૫૫ વર્ષ થઇ ગયાં હતાં.એકનો એક પુત્ર અમેરિકા રહેતો હતો.તેઓ અહીં એકલાં રહેતાં હતાં.બંને પ્રેમથી...
ભારત કોરોનાની ( corona) બીજી લહેરમાંથી ( second wave) બહાર આવી રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ( pm narendra modi)...
એક દૃશ્ય.– ‘‘બહેતર શું? આયુર્વેદિક કે એલોપથી?’’‘‘ખબર નથી…આપણને બચાવવા માટે બેમાંથી એકે સુલભ નહોતું.’’આ સંવાદ કોઈ જીવિત વ્યક્તિઓ વચ્ચે નહીં, પણ રેતમાં...
નવી દિલ્હી : માજી ભારતીય કેપ્ટન, દિગ્ગજ ઓપનર અને ગુજરાતમિત્રના કોલમિસ્ટ સુનિલ ગાવસ્કરનું માનવું છે કે સાઉધેમ્પ્ટનની ભીષણ ગરમીમાં ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ...
૨૦૦૭ માં ધર્મશાળામાં દલાઈ લામાને મળવાનો અવસર મળ્યો ત્યારે તેમણે અમને કહ્યું હતું કે, “મારી જિંદગી અને ચીનની સરમુખત્યારશાહી વચ્ચે ઊંધી ગણતરી...
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની સામે લડી રહેલા વિશ્વને હવે વેક્સિનને કારણે કોરોનામાંથી રાહત મળી રહી છે. અનેક દેશમાં વેક્સિનેશનને કારણે લોકોને માસ્ક...
surat : નવી સિવિલમાં ( new civil hospital) વહેલી સવારે બે કલાક સુધી વીજળી ડુલ ( power cut) થઇ ગઇ હતી. જેના...
surat : સુરત મનપાની ચૂંટણીમાં ( election) ભાજપને 27 બેઠક ઉપર હરાવીને મજબૂત વિપક્ષ તરીકે સ્થાપિત થયેલા આમ આદમી પાર્ટી ( આમ...
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 17 જૂનના રોજ ભારતની સુપ્રીમ કોર્ટ ( SUPREME COURT) સમક્ષ મુલ્યાંકનનાં માપદંડમાં વર્ગ 12 નાં...
કોંગ્રેસની ( congress) સોશ્યલ મીડિયા ( social media) ટૂલ કીટનો ( toolkit) વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જણાવી દઈએ કે ટ્વિટર...
surat : પોલિયેસ્ટર યાર્ન પર એન્ટિડમ્પિંગ ડ્યૂટી લાગૂ કરવા માટે ડીજીટીઆરની ( dgtr) ભલામણ છતા કેન્દ્રના નાણા મંત્રાલયે વિવર્સના પક્ષે રહી ડ્યૂટી...
surat : શહેરમાં અઠવાડિયા અગાઉ પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સમાં પાંચ આરોપીનાં રિમાન્ડ પૂરાં થતાં તેમને જેલમાં મોકલી દેવાયા છે. ત્યાં હવે ક્રાઇમ બ્રાન્ચે...
બીલીમોરામાં ચિમોડિયા નાકા એસ.વી.પટેલ રોડ પાસેના બેનસો સામે લીકેજ ડ્રેનેજની લાઈનને રીપેરીંગ કરતી વેળા પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણી પુરવઠો ખોરવાયો હતો....
નવસારીના બંદર રોડ પરથી રેતી અને માટી ભરેલી ઓવરલોડેડ ટ્રકોને પગલે પાલિકાના રસ્તાઓ ખરાબ થઈ રહ્યા હતા. જેથી પાલિકાએ પોલીસ વિભાગને રજુઆત...
સંઘપ્રદેશ દમણના કચીગામ ઉદ્યોગ વિસ્તારમાં આવેલી નયાસા સુપર પ્લાસ્ટ પ્લાસ્ટીક હોમ એપ્લાયન્સિસ પ્રોડક્સ બનાવતી કંપનીનાં કામદારો હડતાળ ઉપર ઉતર્યા હતા. આજે વહેલી...
સરીગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં નોટિફાઇડ એરિયા ગ્રાન્ટમાંથી રૂપિયા 40 લાખના ખર્ચે એલઇડી લાઇટ મૂકવામાં આવી હતી. જેનું કામ પૂર્ણ થતા ઇન્ચાર્જ સરપંચ...
વાપીના ઈમરાનનગરમાં વલસાડ એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે રેડ કરતાં તીનપત્તી હાર-જીતનો જુગાર રમતા 9 જુગારીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ...
નવસર્જન કેળવણી મંડળના ૬૦ વર્ષ જૂના સુમિત્રાબેન મોહનલાલ રૂઘનાથજી દેસાઈ વિદ્યાભવન, અટારના નવા મકાનનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને સુરતના પોલીસ...
ધરમપુર તાલુકાના આસપાસના ગામડાઓમાં રહેતા અને એસટી ડેપોમાં ફરજ બજાવતા 12 કંડકટરના લાયસન્સ રીન્યુ નહીં કરાતાં હાલ તેમને કામ સોંપાશે નહીં. જેને...
વીર નર્મદ યુનિ.એ આગામી 21 જૂનથી સ્નાતકના પહેલા વર્ષના અલગ અલગ અભ્યાસક્રમો ઉપર વર્ગદીઠ 25 ટકા બેઠકો વધારી પ્રવેશ પ્રક્રિયા શરુ કરવા...
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશ – આઈઆઈટીઈ) ગાંધીનગર દ્વારા 15 જૂનથી સેન્ટર ઓફ એજ્યુકેશન તથા ટીચર યુનિવર્સિટી સાથે...
રાજયમાં કોરોનાની 3જી સંભવિત લહેર સામે લડવા માટે એટલું જ નહીં દરમિયાન ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને...
રાજ્યમાં કોરોનાની દિવસે દિવસે પકડ ઢીલી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 298 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 2...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગરમાં ગઈકાલે રાત્રે વિધાનસભા સંકુલ ખાતે મળેલી ભાજપના ધારાસભ્યોની (MLA) મહત્વની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ભાજપના 112 ધારાસભ્યોને ટેબલેટ (Tablet)...
સુરત: સુરત સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતભરની (South Gujarat) મેડિકલ તેમજ પેરામેડિકલ કોલેજોમાં (Medical Paramedical Colleges) ઓફલાઇન શિક્ષણ (Offline education) આવતીકાલથી શરૂ થઈ...
નવી દિલ્હી: (Delhi) રસીકરણ સલાહકારી સંસ્થા એનટીએજીઆઇના કાર્યકારી જૂથના ચેરપર્સન એન કે અરોરાએ જણાવ્યું કે ભારત કોવીશિલ્ડના (Covishield) બે ડોઝ વચ્ચેના અંતરાલની...
આણંદના તારાપુર-વટામણ ધોરીમાર્ગ (Highway) ઉપર ઇન્દ્રણજ ગામ પાસે બુધવારે વહેલી સવારે ટ્રક અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident)) સર્જાતાં એક જ પરિવારના...
દસ્તાવેજોના અભાવે બાંગ્લાદેશે પોતાના જ નાગરિકોને સરહદ પર રોક્યા, બંગાળમાં બનાવાયા 11 હોલ્ડિંગ સેન્ટર
અમેરિકામાં ગ્રીન કાર્ડનો માર્ગ બંધ કરવાનો પ્રસ્તાવ: યુએસ કોંગ્રેસમાં રજૂ થયેલા નવા બિલથી ભારતીયો ચિંતામાં
વડોદરાના જનપ્રિય નેતા યોગેશ પટેલની પ્રાર્થના સભા યોજાઈ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મેનકા ગાંધીએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી
શિલ્પા શિંદે મુશ્કેલીમાં: ખોટા આરોપ બદલ મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસ પાસે કડક કાર્યવાહીની માંગ
પાણી વગર પ્રજા તરસી, કાર્યવાહી કરવા પહોંચતાં VMC ટીમનો ઘેરાવો
અકોટામા ધમધમતા બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ
ભારતની અફઘાનિસ્તાન સામે 451 રનની લીડ: બીજા દિવસના અંતે અફઘાનિસ્તાનો સ્કોર 113/5
અભિનયથી લઈને રાજકારણ સુધી સક્રિય રહેનારા નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા સલીમ કુમારનું નિધન
મહારાષ્ટ્ર સહિત 8 રાજ્યોમાં ચોમાસુ પહોંચ્યું, ગુજરાતને છોડી દેશના બધા રાજ્યોમાં પ્રિમોન્સુન એક્ટિવીટી
કિમ જોંગ ઉનનો દુનિયાને ખુલ્લો પડકાર: મિસાઇલ ફેક્ટરી બતાવી, બહેને કહ્યું- પરમાણુ હથિયારો છોડવાનો સવાલ જ નથી
ચંદીગઢ ટેસ્ટ: ભારતે 564/8 પર ઇનિંગ્સ ડિક્લેર કરી, કેપ્ટન શુભમન ગિલનો ટોપ સ્કોર 126 રન
વડોદરામાં પાણીની એલર્ટ! આગામી 30 દિવસ અડધા શહેરમાં ઘટશે પાણીનું પ્રેશર
ઈરાને અમેરિકા પર યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો, સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાનો દાવો
ફેક ટ્રેડિંગ એપ, નકલી બેન્ક APK અને બોગસ હોટલ બુકિંગ; અમદાવાદમાં ત્રણ મોટા સાયબર કૌભાંડો સામે આવ્યા
વારાણસીમાં માંસ અને માછલીની દુકાનો હવે શહેરની બહાર ખસેડવામાં આવશે
મચૈલ માતા અને મિંધલ માતા યાત્રા પર બ્રેક, કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનાઓથી ચિંતા
સમા સંજયનગરમાં ગેરકાયદે ચાલતા ભૂંડના કતલખાના પર દરોડો
TMC ધારાસભ્ય મદન મિત્રાની કાર પર હુમલો, ડ્રાઈવરને માર મારાયો; ભાજપ સમર્થકો પર ગંભીર આરોપ
ETP ટેન્કમાં મોતનો કાળો કાંડ: સુરતમાં ઝેરી ગેસે ચાર શ્રમિકોના જીવ લીધા
સરથાણા ઝૂમાં વાઘ સાથેની ક્રૂર હરકતનો વીડિયો વાઈરલ, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી
ચા પીવા ગયેલા બે મિત્રોની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા,નજીવી બોલાચાલી બની જીવલેણ, વિસ્તારમાં ચકચાર
ખાન સર પર સૌથી મોટું સંકટ! FIR બાદ વધી મુશ્કેલીઓ :ખાન સર સામે હત્યાના પ્રયાસનો કેસ? જાણો આખું સત્ય!
મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
અચ્છે દિન’ નહીં, મોંઘવારીના દિવસો આવ્યા: ભાવવધારા મુદ્દે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર
વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે લોહીથી ખરડાયો, અકસ્માતમાં 4ના મોત
ભારત માટે ચિંતાજનક સંકેત! દિલ્હીનો પ્રજનન દર ફિનલેન્ડથી પણ નીચે, એલન મસ્કે વ્યક્ત કરી ચિંતા
ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનનો ઝટકો! AI નીતિ સલાહકાર પદેથી રાજીનામું
LPG સિલિન્ડરના ભાવ વધારા પર સરકારની સ્પષ્ટતા: ‘દરેક સિલિન્ડર પર થઈ રહ્યો છે ₹700 જેટલો નુકસાન’ વધતી કિંમતો પાછળનું કારણ શું?
વડોદરા ગ્રીન બનવા તરફ, કમાટીબાગ ખાતે ‘ગ્રીનેથોન-2026’ માં 10,000 થી વધુ બરોડિયન્સ ઉમટ્યા
‘હજુ તો તે બાળક છે…’ વૈભવ સૂર્યવંશી માટે BCCIનો ખાસ નિર્ણય, ઇંગ્લેન્ડ પ્રવાસે માતા-પિતા પણ રહેશે સાથે
ગત 05 જૂનના રોજ ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી. એમ. વેંકૈયા નાયડુના ખાનગી એકાઉન્ટ પરથી ટિવટરે બ્લૂ ટિક હટાવતાં દેશભરમાં ઉગ્ર વિરોધ થયો હતો. પરિણામે કેન્દ્ર સરકારે ટ્વિટર-ઇન્ડિયાને આ જ દિને છેલ્લી નોટીસ ફટકારતાં જણાવ્યું છે કે ભારત સરકારના ઇન્ફર્મેશન ટેકનોલોજી રૂલ્સ-2021 નીચે ઘડાયેલા નવા નિયમોનું 26 મે થી પાલન ન કરવાને કારણે, હવે પછી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભે જણાવવાનું કે આજે અશ્લીલ, હિંસા, આતંક, અફવા અને ઘૃણા સંબંધિત થોકબંધ સામગ્રી વોટસએપ, યુટયૂબ, ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ અને ટ્વિટર પર હંમેશા છલકાતી રહે છે.

ગત 2019 ના છેલ્લા 03 અને 2020 ના પ્રથમ 03 માસમાં આ પ્રકારની સામગ્રીનો આંક અનુક્રમે 17 અને 47 લાખ હતો. આવી સામગ્રીની ઘાતક અને ઘૃણાત્મક અસર, દેશભરના વોટસએપના 53, યુટયુબના 44.8, ફેસબુકના 41, ઇન્સ્ટ્રાગામના 21 અને ટ્વિટરના 1.75 કરોડ ઉપભોકતાઓના માનસઘડતર પર પડે છે. તેથી આવી વિઘાતક અસરોને નાથવા ભારત સરકારનો સોશ્યલ મીડિયા પર અંકુશ જરૂરી છે. જે અન્વયે ઉપરોકત રૂલ્સની જોગવાઈઓનો ભંગ કરવા બદલ કલમ 79 અને ભારતીય દંડસંહિતા-1860 ની સંબંધિત કલમ નીચે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ શિક્ષા અને દંડને પાત્ર થાય છે.

ઉપરોકત નિયમો સંદર્ભે એક નિયમ એવો છે કે, ભારત સરકારના અધિકૃત સત્તાધીશ માગે ત્યારે ટિવટરે માહિતીના મૂળ સ્રોતની વિગતો આપવી પડશે. પરંતુ પ્રસ્તુત નિયમનું પાલન કરવાનો સાફ નનૈયો ભણીને, ટ્વિટર-ઇન્ડિયાએ દિલ્હીની વડી અદાલતમાં બચાવ તરીકે નક્કર 02 મુદ્દા રજૂ કરતાં કહ્યું હતું કે આ નિયમનું પાલન કરવાથી (01) ભારતીય રાજ્ય બંધારણે મૂળભૂત અધિકાર તરીકે આર્ટિકલ 21 નીચે બક્ષેલ પ્રાઈવસી એટલે કે અંગત જીવનની ગુપ્તતાના અધિકારનો ભંગ થાય છે. વધુમાં એવી રજૂઆત કરી હતી કે પુટ્ટા સ્વામી વિ.ભારત સંઘ 2017 ના કેસમાં, દેશની સર્વોચ્ચ અદાલતે પણ આ પ્રમાણે જ ચુકાદો આપ્યો હતો અને (02) આર્ટિકલ 19 (એ) નીચે આપેલ વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારનો પણ ભંગ થાય છે. ટૂંકમાં દેશની એકતા, સુરક્ષા સાર્વભૌમત્વ સલામતી અને સામાજિક માળખાને નુકસાન કરે તેવી સામગ્રી ટ્વિટર પર મુકાય તો ટ્વિટર સામે કાનૂની પગલાં લેવાં જ જોઇએ. પરંતુ ટ્વિટર ભારતીય રાજ્ય બંધારણના ઉપરોકત મૂળભૂત અધિકારોનું જતન કરવાની જવાબદારી પોતાના શિરે લઇ બેઠું છે. પરિણામે ઇન્ફર્મેશન ટેકનોલોજી રૂલ્સ 2021 નીચે ઘડાયેલા નવા નિયમોનું પાલન કરવા, વિશ્વના અંદાજે 23 કરોડ ઉપભોકતા ધરાવતી ચકલી (ટ્વિટરનું ચિહ્ન) કોઇ વાતેય ગાંઠતી જ નથી.
સુરત-પ્રા. જે. આર. વઘાશિયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.