Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: ટાટા ગ્રૂપની (Tata Group) માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસના (Air India Express) 100 થી વધુ કેબિન ક્રૂ સભ્યોએ ગઇ કાલે મંગળવારે અચાનક ‘સિક લીવ’ (Sick leave) લઇને રજા પર ઉતરી ગયા હતા. જેના કારણે એરલાઈને મંગળવાર રાતથી તેની 90 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. તેમજ હજારો મુસાફરો પરેશાન થયા છે. ત્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસે કોઈપણ સૂચના વિના ‘બીમારી’નું કારણ આપીને રજા પર ગયેલા કર્મચારીઓની સામૂહિક હકાલપટ્ટી (Expulsion) કરી હતી.

વાસ્તવમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની માનવ સંસાધન (HR) નીતિમાં થયેલા ફેરફારોના વિરોધમાં ઘણાં કેબિન ક્રૂ સભ્યોનું એક જૂથ રજા પર ઉતરી ગયું હતું. તેમજ હવે એર ઈન્ડિયા એક્સપ્રેસ અને AIX કનેક્ટ મર્જ થવા માટે તૈયાર છે. આ વિસ્તરણને ધ્યાનમાં રાખીને એરલાઇન્સે હવે કેબિન ક્રૂની ભરતી કરવાનું શરૂ કર્યું હતું. તેમજ કેટલાક કેબિન ક્રૂ આ મર્જ અને ભર્તીને લઈને પણ નારાજ થયા હતા. આ સાથે જ તેમણે એર ઇન્ડિયાના મિસમેનેજમેન્ટની પણ ફરીયાદ કરી હતી અને પોતાની નારાઝગી દર્શાવવા પ્રદર્શનના રૂપે સીકલીવ પર ઉતરી ગયા હતા. ત્યારે એર ઇન્ડિયાએ આ ક્રુ મેમ્બર્સની હકાલપટ્ટી કરી હતી.

નિયમોનું ઉલ્લંઘન કરીને રજા લેવામાં આવી: એર ઈન્ડિયા એક્સપ્રેસ
પ્રાપ્ત વિગતો મુજબ રજા પર જઈ રહેલા કેબિન ક્રૂ મેમ્બર્સને ઈમેલ દ્વારા તેમની ટર્મની સમાપ્તિ વિશે જાણ કરવામાં આવી હતી. એરલાઈને ઈમેલમાં કહ્યું હતું કે, ક્રૂ મેમ્બરો કોઈ કારણ વગર જાણીજોઈને ગેરહાજર રહ્યા હતા. તેની ગેરહાજરી પાછળ કોઈ ચોક્કસ કારણ હોય તેવું લાગતું નથી. મોટા પાયે માંદગીની રજા લેવી એ નિયમોનું ઉલ્લંઘન છે. એટલું જ નહીં પરંતુ આમ કરીને કર્મચારીઓએ તેમના પર લાગુ ‘એર ઈન્ડિયા એક્સપ્રેસ લિમિટેડ એમ્પ્લોઈ સર્વિસ રૂલ્સ’નું પણ ઉલ્લંઘન કર્યું છે.

એક જ સમયે ઘણા ક્રૂ મેમ્બર બીમાર પડ્યા: એર ઈન્ડિયા એક્સપ્રેસ
એરલાઈને કર્મચારીઓને વધુમાં કહ્યુ હતું કે, ક્રૂ મેમ્બર્સની રોસ્ટર મંગળવારે જ નક્કી કરવામાં આવી હતી. જો કે, છેલ્લી ક્ષણે તમે શિડ્યુલિંગ ટીમને કહ્યું કે તમે બીમાર છો અને રજા લીધી. તેમજ એવું પણ જોવામાં આવ્યું હતુ કે એક જ સમયે મોટી સંખ્યામાં અન્ય કેબિન ક્રૂ મેમ્બર્સ પણ બીમાર હતા અને તેમણે ડ્યુટી માટે રિપોર્ટ કર્યો ન હતો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમારી કોઈ પણ માન્ય કારણ વગર પહેલાથી આયોજિત ગેરહાજરી હતી.”

એર ઈન્ડિયા એક્સપ્રેસે કહ્યું કે, “કેબિન ક્રૂ રજા પર જવાના કારણે મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી છે. આના કારણે સમગ્ર શેડ્યૂલ ખોરવાઈ ગયું છે, જે અમારા મુસાફરો માટે મોટી સમસ્યા તરીકે ઉભરી આવ્યું છે.” તેમજ કેબિન ક્રૂ મેમ્બર્સની ક્રિયાઓ દર્શાવે છે કે તેઓ કામગીરી અને સેવાઓને વિક્ષેપિત કરવા માંગતા હતા.”

To Top