Top News

More Posts

   The Latest

Most Popular

વેમાલીના યુવકના મેરેજ બ્યુરો સંચાલકે રૂપિયા લઈ મહારાષ્ટ્રની યુવતી સાથે લગ્ન કરાવ્યા, પણ કન્યા સાસરે આવી જ નહિ

વડોદરા નજીક વેમાલી ગામે રહેતા ટ્રાન્સપોર્ટર મેરેજ કન્યા શોધતા હતા. તે કામ વડોદરા અને અમદાવાદના બે મેરેજ બ્યુરો સંચાલકે સંભાળી મહારાષ્ટ્રની કન્યા બતાવી હતી. બંને મેરેજ સંચાલકો તેમજ કન્યાના માતા પિતાને રકમ આપવી પડશે તેમ કહી ઓનલાઈન તેમજ રોકડા મળી રૂપિયા પાંચ લાખ પડાવ્યા હતા. બાદ કન્યા વેમાલી આવી ન હોવાથી છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ મંજુસર પોલીસમાં નોંધાવી હતી.

બનાવની મળતી વિગત મુજબ વેમાલી ગામના ટ્રાન્સપોર્ટર વિજય કદમે મંજુસર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ લગ્ન માટે કન્યા શોધી રહ્યા ત્યારે તેમનો પરિચય શહેરના ઉમા ચાર રસ્તા પાસે આવેલા શ્રીનાથજી બ્યુરોના સંચાલક સેજલ જોશી સાથે થયો હતો. તેમણે સારી કન્યા બતાવવા માટે વાત કરી હતી અને અમદાવાદના મેરેજ બ્યુરો સંચાલક કિરીટ ઉર્ફે કિરણ અરજણ ઝાલા સાથે પરિચય કરાવ્યો હતો. બંનેએ ભેગા મળી મહારાષ્ટ્ર ઓરંગાબાદ ના સંજય નગરમાં રહેતા જયનાથ બોરડે અને કુસુમ જયનાથ બોરડેની દીકરી દિશા સાથે મુલાકાત કરાવી હતી. બાદ ૧૬ એપ્રિલના રોજ બપોરે ત્રણ વાગ્યે લગ્ન કરાવ્યા હતા.
જે ખોટા હતા. આ લગ્ન પેટે બંનેએ પાંચ લાખ રૂપિયા લીધા હતા. તેમાંથી રૂા.૨,૭૨,૫૦૦ કિરીટ ભાઈના, સેજલબેનના અને પ્રીતિબેન જયનાથ બોરડેના અલગ અલગ એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. અને બાકીના રૂા.૨,૨૭,૫૦૦ રોકડા કિરીટ તથા સેજલબેનને આપ્યા હતા. તે બાદ દિશા વેમાલી રહેવા માટે આવી ન હોવાથી પાંચ લાખ રુપિયામાં વિજયભાઈને નવડાવ્યો હોવાથી છેતરપિંડીની ફરિયાદ પાંચે વ્યક્તિ સામે કરી હતી.

To Top