Top News

More Posts

   The Latest

Most Popular

ઈરાનના રાષ્ટ્રપતિ (Iran President) ઈબ્રાહિમ રઈસીના (Ibrahim Raisi) આકસ્મિક નિધનથી સમગ્ર વિશ્વ આઘાતમાં છે. ઈરાનમાં શોકની લહેર છે. મંગળવારે હજારો લોકો તેમના રાષ્ટ્રપતિ અને તેમના પક્ષના સભ્યોના અંતિમ સંસ્કાર માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. લોકોએ ભીની આંખોથી ઈરાની ધ્વજ અને દિવંગત રાષ્ટ્રપતિના ફોટા લહેરાવ્યા હતા.

ઈરાનના તબરીઝ શહેરમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી સહિત હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ નવ લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સમાચાર એજન્સી IRNA અનુસાર અંતિમ યાત્રા દરમિયાન લાખો લોકોની ભીડ રસ્તા પર ઉતરી આવી હતી. લોકોએ રઈસીનો ફોટો અને ઈરાનનો ધ્વજ પકડી રાખ્યો હતો. ઉત્તર પશ્ચિમ શહેર તબરીઝના મધ્ય ભાગમાં અંતિમ યાત્રામાં શામેલ થયા હતા. રાષ્ટ્રપતિને વિદાય આપતી વખતે શહેરના લોકો રડતા જોવા મળ્યા હતા. રાષ્ટ્રપતિના નિધન પર ઈરાનમાં પાંચ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. તેમને 23 મેના રોજ ઈરાનના મશહાદ શહેરમાં દફનાવવામાં આવશે. આ એ જ શહેર છે જ્યાં રઈસીનો જન્મ થયો હતો.

જણાવી દઈએ કે ઈરાનના રાષ્ટ્રપતિ રઈસી રવિવારે પૂર્વ અઝરબૈજાનથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અઝરબૈજાનના સરહદી શહેર જોલ્ફા પાસે તેમના હેલિકોપ્ટને અકસ્માત થયો હતો. સોમવારે દરેકના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. રઈસીના મૃત્યુ પર આજે ભારતમાં રાષ્ટ્રીય શોક મનાવવામાં આવી રહ્યો છે.

ઈરાનમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક
હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ રઈસી, વિદેશ મંત્રી હોસૈન અમીર-અબ્દોલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાનના ગવર્નર મલેક રહેમતી સહિત નવ લોકોના મોત થયા હતા. ઈરાનમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવી રહ્યો છે.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનો જન્મ ઉત્તર-પૂર્વ ઈરાનના મશહદ શહેરમાં 1960માં થયો હતો. રઈસીના પિતા મૌલવી હતા. તે માત્ર પાંચ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. રઈસી શરૂઆતથી જ ધર્મ અને રાજકારણ તરફ ઝુકાવ ધરાવતા હતા અને તેઓ તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન મોહમ્મદ રેઝા શાહ વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. રેઝા શાહ પશ્ચિમી દેશોના સમર્થક ગણાતા હતા.

મોહમ્મદ મોખબર ઈરાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા
હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇબ્રાહિમ રઈસીના મૃત્યુ બાદ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબરને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ મોખબરને વચગાળાનો હવાલો સોંપ્યો છે. ખામેનીએ કહ્યું કે બંધારણની કલમ 131 મુજબ મોખબરને આ જવાબદારી આપવામાં આવી છે. મોહમ્મદ મોખબરે 50 દિવસમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારી કરવા માટે ન્યાયિક વડાઓ સાથે કામ કરવું પડશે.

હવે કોણ બનશે ખામેનીના ઉત્તરાધિકારી?
રઈસીના અવસાનથી ઈરાનના રાજકારણમાં રાષ્ટ્રપતિ પદ ઉપરાંત બીજી મોટી ખાલી જગ્યા સર્જાઈ છે. અત્યાર સુધી તેમને સર્વોચ્ચ નેતા ખમેનીના ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા, હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. બીજી તરફ રાષ્ટ્રપતિ સિવાય ખોમેનીના ઉત્તરાધિકારી પર પણ સવાલો ઉભા થયા છે. ખોમેનીના પુત્ર મોજતબા અને લશ્કરી નેતાઓની ભૂમિકામાં વધારો થવાની ધારણા છે. તેમનું નામ છેલ્લા 15 વર્ષથી સુપ્રીમ લીડરની રેસમાં છે. જોકે સેનાએ તેમના નામ પર બંધ બારણે વિરોધ વ્યક્ત કર્યો છે.

To Top