Top News

More Posts

   The Latest

Most Popular

મંજુસર પોલીસ મથકની હદમાં આવતા વિરોદ ગામની સીમમાં આવેલ જમીન વડીલો પારજીત જમીનને વિદેશમાં રહેતી બહેનની ગેરહાજરીમાં આશરે સાત થી આઠ કરોડ રૂપિયાની જમીન બારોબાર વેચી દેવાના પ્રકરણમાં બે સગાભાઈ સામે મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

વિરોદ ગામની સીમમાં આવેલ સર્વે નંબર 462 608 511 642 469 વાળી જમીનમાં ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી હક ડુબાડી એકબીજાને મદદ કરવાના ગુનામાં બે ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી

ફરિયાદી અનસુયાબેન પટેલ 16 વર્ષથી વિદેશમાં રહેતા હોવા છતાં તેમની ગેરહાજરીમાં તેમની વારસાઈ કરી તેમજ પેઢીનામુ બનાવી બે બહેનોના નામો કમી કરી બારોબાર જમીન વેચી મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો

પ્રવીણભાઈ મગનભાઈ પટેલ હાલ રહે 70 એ વ્હીટની સ્ટેશન ન્યુ વિન્ડસર ઓકલેન્ડ ન્યુઝીલેન્ડ અને નરેશભાઈ મગનભાઈ પટેલ રહે વિરોદ વડોદરા ગ્રામ્ય સામે મંજુસર પોલીસ મથકે સગી બહેને બે સગા ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

મંજુસર પોલીસે ફરિયાદી ભારતમાં હાજર ન હોવા છતાંય કોઈ અજાણી સ્ત્રીને ફરિયાદી અનસુયાબેન પટેલ બનાવીને તલાટી કમ મંત્રી અને વિરોદ ગ્રામ પંચાયતને ખોટા પુરાવા ઉભા કરી સાચા તરીકે ઉપયોગ કરી ફરિયાદીનો હિસ્સો હોવા છતાંય જમીનમાંથી હક્ક કમી કરી ખોટી સહી ઓ કરી ફરિયાદીનો હક દુબાડી એકબીજાને મદદ કરી કરવાના ગુનામાં ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

જાણવા મળ્યા મુજબ આરોપી નરેશ ભાઈ પટેલ ન્યૂઝીલેન્ડમાં કસ્ટમ ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાનું ખુલ્યું છે અને ભારતમાં આવીને છેતરપિંડી કર્યાનું તપાસમાં સામે આવ્યું છે અને હાલ બંને ભાઈઓ ન્યુઝીલેન્ડ માં વસે છે તેવું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે

બંને ભાઈઓએ 2023 અને મે મહિનામાં બે જમીનના દસ્તાવેજ કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે

To Top