Top News

More Posts

   The Latest

Most Popular

દાહોદ: દેવગઢ બારીઆ તાલુકાના ઉચવાણ ગામે પરણિતા યુવક સાથે ભાગી ગયાં બાદ તેના પ્રથમ પતિ તથા તેની સાથે અન્ય છ થી સાત ઈસમોના ટોળાએ ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ આવ્યાં હતાં અને પરણિતા તથા તેના પ્રેમીની ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ નાસી જઈ ગડદાપાટ્ટુનો માર મારી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ગત તા.૧૨મી જુલાઈના રોજ દેવગઢ બારીઆ તાલુકાના કોયડા ગામે રહેતો મહેશભાઈ શનાભાઈ પટેલની પત્નિ મનિષાબેન ઉચવાણ ગામે રહેતાં દિલીપભાઈ તેરસીંઘબાઈ પટેલ સાથે ભાગી ગઈ હતી. આ મામલે  પરણિતાનો પહેલો પતિ મહેશભાઈ શનાભાઈ પટેલ તેની સાથે રાકેશભાઈ ભારતભાઈ પટેલ તથા તેમની સાથે બીજા છ થી સાત ઈસમોએ ગેરકાયદે મંડળી બનાવી એક પીકઅપ ડાલા ગાડીમાં સવાર થઈ આવ્યાં હતાં અને મનીષાબેન તથા દિલીપભાઈને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તે મારા ઉપર ખાધા ખોરાકીનો દાવો કરેલ હોય અને તેની મારે કોર્ટમાં મુદતો આવતી હોય, તું મુદતે હાજર કેમ રહેતી નથી.

 તેમ કહી દિલીપભાઈ તથા મનિષાબેનન જબરજસ્તીથી પીકઅપ ડાલામાં બેસાડી અપહરણ કરી લઈ ગયાં હતાં અને બંન્નેને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે દિલીપભાઈના ભાઈ કમલેશભાઈ તેરસીંગભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

To Top