Top News

More Posts

   The Latest

Most Popular

ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મંગળવારે અહીં ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ ( અને ગત સિઝનની રનર્સ અપ દિલ્હી કેપિટલ્સ એકબીજાની સામે આવશે ત્યારે બંને ટીમનો પ્રયાસ એકબીજાને પછાડવાનો રહેશે. જો મુંબઇ ઇન્ડિયન્સ સતત ત્રીજી જીત મેળવવા માગતી હોય તો તેણે દિલ્હી કેપિટલ્સની સામે પોતાના મિડલ ઓર્ડરની સમસ્યાઓને દૂર કરવી પડશે.

દિલ્હી કેપિટલ્સ વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને છ વિકેટે હરાવ્યા પછી હવે આ મેચમાં ઉતરશે, જ્યારે મુંબઇની ટીમે અત્યાર સુધી પોતાના નાના સ્કોરને ડિફેન્ડ કરીને મેચ જીતી છે. પણ દિલ્હી કેપિટલ્સની સામે એવું થવાનું નથી અને તેથી મુંબઇ ઇન્ડિયન્સે આવતીકાલની આ મેચમાં દરેક વિભાગમાં ઉમદા પ્રદર્શન કરવું પડશે.

મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને ક્વિન્ટોન ડિ કોકે હવે પોતાની સારી શરૂઆતને લાંબી ઇનિંગમાં ફેરવવાનો સમય આવી ગયો છે. સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા અને તેનો ભાઇ કૃણાલ પંડ્યા એવા ખેલાડી છે જે કોઇ પણ બોલિંગ આક્રમણને છિન્નભિન્ન કરવા માટે સક્ષમ છે, પણ તેઓએ હજુ સુધી સાથે મળીને એવું પ્રદર્શન કર્યું નથી.

બોલિંગમાં જસપ્રીત બુમરાહની આગેવાનીમાં મુંબઇનું આક્રમણ છેલ્લી બે મેચમાં પ્રભાવક રહ્યું છે. બુમરાહની સાથે ટ્રેન્ટ બોલ્ટ ડેથ ઓવરમાં પ્રભાવક રહ્યા છે. લેગ સ્પિનર રાહુલ ચાહર ઉપયોગી ભૂમિકા ભજવી રહ્યો છે. ગત મેચમાં એડમ મિલ્નેને મુંબઇએ રમાડ્યો હતો પણ પિચની પ્રકૃત્તિને જોઇને તેઓ કદાચ જયંત યાદવને ઉતારી શકે છે.

To Top