લંડનમાં ઑકસવર્ડ,એસ્ટ્રાઝેનકાના પરીક્ષણો શરુ કરવાની મંજૂરી મળી

લંડન (London/UK) :બ્રિટન (Britain) માં એક વોલ્યનટર (Volunteer) માનવ પરીક્ષણ (human trials) દરમિયાન બીમર પડી જવાથી ઑકસવર્ડના (Oxford) એસ્ટ્રાઝેનકા (Astra-Zeneca) રસી (vaccine) – જે વિશ્વભરમાં તેના માનવ પરીક્ષણોમાં છેલ્લા તબક્કાઓમાં પહોંચી ગઇ છે, તેના પરીક્ષણો અટકાવવામાં આવ્યા હતા.પણ તાજેતરના સમાચારો મુજબ લંડનમાં આ રસીના પરીક્ષણો ફરીથી શરુ કરવા માટે લીલી ઝંડી મળી ગઇ છે. વિશ્વભરમાં આ રસીના પરીક્ષણો ફરી કયારે લીલી ઝંડી મળશે તે વિશે અત્યારે માહિતી નથી.

Oxford University's coronavirus vaccine prompts immune response in ...

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (Serum Institute of India- SII) એ બુધવારે જણાવ્યુ હતુ કે દેશમાં ઑક્સફર્ડ યુનિવર્સિટી (Oxford University) અને બ્રિટીશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) દ્વારા વિકસિત COVID-19 રસીની ટ્રાયલ ચાલુ છે અને આ રસીઓના ટ્રાયલને કોઈ અસર થઇ નથી.

DCGI orders Serum Institute of India to suspend recruitment for Oxford  COVID-19 vaccine trials

8 સપ્ટેમ્બરના રોજ એક વ્યકતિ કે જેના પર પરીક્ષણ કરાયુ હતુ, તેને અસ્પષ્ટ બીમારી વિકસિત થયા બાદ એસ્ટ્રાઝેનેકાની કોવિડ -19 રસીમાંથી એકની યુકેમાં ક્લિનિકલ ટ્રાયલ્સ સ્થગિત કરવામાં આવી હતી. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી કે એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત રસીના લંડનમાં થઇ રહેલા પરીક્ષણો દરમિયાન આ કિસ્સો બન્યો હતો. તેથી હાલમાં લંડનમાંં આ રસીના માનવ પરીક્ષણો અટકાવવામાં આવ્યા છે. જો કે ટૂંક સમયમાં લંડનમાં માનવ પરીક્ષણો ફરી શરૂ થવાની આશા છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ જણાવ્યુ છે કે એસ્ટ્રાઝેનેકા રસીના ભારતમાં થઇ રહેલા પરીક્ષણો અટકાવાયા નથી. તેથી ભારતના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. પણ પાછળથી સમાચાર આવ્યા હતા કે ભારતમાં પણ આ પરીક્ષણો અટકાવી દેવાયા છે.

Oxford-Astrazeneca COVID-19 vaccine update: Serum Institute halts trial in  India

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ એસ્ટ્રાઝેનેકા સાથે ભાગીદારી કરીને ભારત અને ઓછા અને મધ્યમ આવકવાળા દેશો માટે ઓછી કિંમતવાથી કોવિડ -19 રસી બનાવવાનુ નક્કી કર્યુ છે. પૂણે સ્થિત રસી નિર્માતાએ અગાઉ COVID-19 રસીના બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ માટે ભારતમાં 17 કેન્દ્રોને મંજૂરી આપી હતી. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને (The Bill & Melinda Gates Foundation) કહ્યુ છે કે તે રસીના ઉત્પાદન માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાને 150 મિલિયન ડોલરનું ભંડોળ પૂરું પાડશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ ઘણા પહેલા કરેલી જાહેરાત અનુસાર આ કોરોના વેક્સીનના એક વાયલ (Vial) ની કિંમત ભારતમાં 225 રૂપિયા એટલે 3 ડોલર આસપાસ હોઇ શકે છે.

Related Posts