ઑકસવર્ડના સહકારથી ભારતમાં બની રહેલી કોરોના રસી આ ભાવે મળી શકે

સિરમ ઇન્સ્ટીટયુટ ઑફ ઇન્ડિયા (SII) દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. ઇન્સ્ટીટયુટ દ્વારા એક વિદેશી કંપની સાથે પાર્ટનરશીપ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હવે આ સંસ્થા સાથે મળીને ભારત અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં દસ કરોડ વેક્સીનની ડીલીવરી કરવામાં આવશે.  ગવી અને બિલ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશનની સાથે એક ડીલ સાઇન કરી છે. જેના હેઠળ લોઅર ઈનકમ ધરાવતા દેશોને કોરોના વેક્સીનનો 100 મિલિયન ડોઝ પૂરો પાડશે. SIIએ કહ્યું છે કે, તેઓ કોરોના ડોઝની વધુમાં વધુ કિંમત 3 ડૉલર રાખશે. જેને 92 દેશોને પહોંચાડવામાં આવશે.

COVID-19: Serum Institute Bets Big on Oxford Vaccine as 'Vaccine ...

આ કોરોના વેક્સીન કિંમત ભારતમાં 225 રૂપિયા હોઇ શકે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી (Oxford University) દ્વારા વિકસિત કોરોના રસીના ત્રીજા તબક્કાની માનવ ટ્રાયલ (3rd phase started of human trial of corona vaccine) માટે ભારતીય મેડિસિનના કન્ટ્રોલર જનરલ (Drug Controller General of India- DCGI) એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (Serum Institute of India-SII) ને મંજૂરી આપી છે. અને તેના માનવ પરિક્ષણો સફળ રહ્યા છે.

Oxford University COVID-19 vaccine to start human testing on 23 ...

ભારતમાં તંદુરસ્ત પુખ્ત વયના લોકો માટે ‘કોવિશિલ્ડ’ (Covi Shield) ના બીજા અને ત્રીજા તબક્કાને પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણોના ડેટા પર ઊંડાણપૂર્વક વિચાર કર્યા પછી મંજૂરી આપી હતી.ઓક્સફર્ડ દ્વારા વિકસિત આ રસીના બીજા અને ત્રીજા તબક્કાના અજમાયશ હાલમાં યુકેમાં ચાલી રહ્યા છે. બ્રાઝિલ (Brazil) માં ત્રીજા તબક્કાની કસોટીઓ ચાલી રહી છે અને દક્ષિણ આફ્રિકા (South Africa) માં પ્રથમ તબક્કો અને બીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે.Oxford/AstraZeneca ઉપરાંત જે અન્ય 5 કોરોના વેક્સીન કેન્ડીડેટ જે ફેઝ 3માં છે તેઓ છે- Moderna/NIAID, BioNTech/Fosun Pharma/Pfizer, Sinovac, Wuhan Institute of Biological પ્રોડક્ટ્સ/Sinopharm and Beijing Institute of Biological પ્રોડક્ટસ/Sinopharm.

Related Posts