સ્વામીના દબાણને પગલે વાડજ પોલીસ ઇન્સપેક્ટર બદલી થતાં પોલીસકર્મીઓમાં ભારે રોષ

અમદાવાદ: કોરોના મહામારી(Covid-19)ને પગલે રાત્રિ કરફ્યૂ(Curfew) દરમિયાન કલોલ(Kalol)ના એક સ્વામીની ગાડી ન છોડવાના મુદ્દે વાડજ(Vadaj)ના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ. રાઠવા(J. A. Rathva)ની બદલી વિશેષ શાખામાં કરી દેવામાં આવી છે. સ્વામીના દબાણ(pressure)ને વશ બદલી થતાં પોલીસ કર્મીઓમાં ભારે રોષ ફેલાયો છે. રોષને પગલે એક પોલીસકર્મીએ પોતાની પણ બદલી કરાવી આપે તે માટે કલોલના ડી.વી. સ્વામી મહારાજને પત્ર લખ્યો છે. આ પત્ર સોશિયલ મીડિયા(Social Media)માં વાઇરલ(Viral થતાં ખળભળાટ મચી ગયો છે.

સ્વામીના દબાણને પગલે વાડજ પોલીસ ઇન્સપેક્ટર બદલી થતાં પોલીસકર્મીઓમાં ભારે રોષ


સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ પત્રમાં એક એલઆરડી જવાને લખ્યું છે કે, અમે એલઆરડી જવાન જે-તે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવીએ છીએ. અમારું નિવાસસ્થાન નોકરીના સ્થળથી ઘણું દૂર છે. તેથી આવવા જવામાં ઘણી તકલીફ પડે છે, અને સમયસર નોકરીના સ્થળે હાજર થઈ શકતા નથી. આથી અમારી પણ બદલી નજીકના પોલીસ સ્ટેશન ખાતે કરી આપવા આપ સ્વામીને વિનંતી. પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, આપની ગાડી રોકતાં તાત્કાલિક બદલી કરાવી આપો છો. તો આપ ક્યાંથી પસાર થવાના છો. તે અમને જણાવશો, જેથી અમે આપની ગાડી રોકીએ એટલે અમારી બદલી થઈ શકે.

શું છે સમગ્ર બનાવ ?

આ સમગ્ર બનાવની વિગત એવી છે કે, રાત્રિના કરફ્યૂ સમય દરમિયાન કલોલના એક સ્વામીની ગાડી વાડજ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એ.રાઠવા દ્વારા રોકવામાં આવી હતી. આ ગાડીમાં ડ્રાઇવર સહિત પાંચ લોકો બેઠેલા હતા. ગાડીને જવા દેવા માટે ડ્રાઈવરે વિનંતી કરી હતી. તેમ છતાં પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ. રાઠવા કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. દરમિયાનમાં ગાડીને જવા દેવા માટે એક ધારાસભ્ય અને એમ મંત્રીનો પોલીસ ઇન્સ્પેક્ટર પર ફોન આવ્યો હતો. જો કે, પોલીસ ઇન્સ્પેક્ટર ધારાસભ્ય અને મંત્રીની વાત માન્યા ન હતા, અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગાડીને જવા દીધી હતી. ગાડીને રોકવામાં આવી ત્યારે ગાડીના ચાલકે કહ્યું હતું કે, આ ગાડી કલોલના સ્વામિનારાયણ મંદિરના ડી.વી. સ્વામીની છે. અમે તેમની ફાઈલ બતાવવા ઉસ્માનપુરાની હોસ્પિટલમાં ગયા હતા.

સ્વામીના દબાણને પગલે વાડજ પોલીસ ઇન્સપેક્ટર બદલી થતાં પોલીસકર્મીઓમાં ભારે રોષ

પોલીસે જ્યારે તેમની પાસે હોસ્પિટલની ફાઈલ માંગી ત્યારે તેઓ હોસ્પિટલની ફાઈલ બતાવી શક્યા ન હતા. આથી કરર્ફ્યૂનો ભંગ કરી ગુનો કર્યો હોવાથી ગાડી સહિત તમામ લોકોને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશને પહોંચતાં જ ગાડીના ચાલકે સ્વામીને ફોન કરી પોલીસ ઇન્સ્પેક્ટર રાઠવા સાથે વાત કરાવી હતી. ત્યારે સ્વામીએ ગાડી સહિત માણસોને છોડી મૂકવા જણાવ્યું હતું. જોકે પોલીસ ઇન્સ્પેક્ટર સ્વામીની વાત માન્યા ન હતા. મંત્રીએ પણ ગાડી છોડી મૂકવા પોલીસ ઇન્સ્પેક્ટરને ભલામણ કરી હતી. તેમ છતાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે.રાઠવાએ કાયદેસર કાર્યવાહી કરી ગાડીને છોડી હતી.

સ્વામીના દબાણને પગલે વાડજ પોલીસ ઇન્સપેક્ટર બદલી થતાં પોલીસકર્મીઓમાં ભારે રોષ

આ સમગ્ર ઘટનામાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે.રાઠવાની તાત્કાલિક અસરથી શહેર પોલીસ કમિશનર કચેરીની વિશેષ શાખામાં બદલી કરી દેવામાં આવી છે. સ્વામીના દબાણમાં આવી પોલીસે બદલી કરી હોવાથી પોલીસનું મોરલ ડાઉન થતું હોવાથી પોલીસકર્મીઓમાં ભારે રોષ ફેલાયો છે.

Related Posts