રાત્રિ કર્ફ્યુને લીધે હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરર્સને અપાયેલા ઓર્ડરો રદ્દ કરાતા લગ્ન પ્રસંગોમાં ભંગાણ

સુરત: (Surat) સુરત અને અમદાવાદ સહિતના રાજ્યના ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ વકરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાતે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરતા અનેક લગ્નોના શિડ્યુલ બદલવા અથવા તો રદ્દ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. સાઉથ ગુજરાત હોટેલ (Hotel) એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ જણાવ્યું હતું કે કોરોનાને લીધે એપ્રિલ અને મે માસની લગ્નસરાની સીઝન (Marriage Season)ખરાબ ગઇ હતી. હવે નવેમ્બર,ડિસેમ્બરની સીઝન ખતરામાં આવી છે. સરકારે અચાનક કર્ફ્યુની જાહેરાત કરતા હોટેલ,રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ, કેટરર્સ અને લગ્નની વાડી વાળાઓને લોકો ફોન કરી બુકિંગ (Booking) રદ કરાવી રહ્યા છે.

રાત્રિ કર્ફ્યુને લીધે હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરર્સને અપાયેલા ઓર્ડરો રદ્દ કરાતા લગ્ન પ્રસંગોમાં ભંગાણ

મોટાભાગના લગ્નોનું બુકિંગ ડિનર ટાઇમ માટે મળ્યું હતું. રાતના સમયે લગ્નો હોય ત્યારે મહેમાનો 8 વાગ્યાથી શરૂ થાય છે અને 12 વાગ્યા સુધી ભોજન સમારોહ ચાલે છે. સુરતમાં આ સીઝન માટે ખુબ સારૂ તેને પગલે હોટેલ રેસ્ટોરન્ટના સંચાલકોએ રસોઇયાથી લઇ વેઇટર સુધીના સ્ટાફને બાય એર સુરત બોલાવ્યા હતા. તે ઉપરાંત ક્રોકરીનો સામાન અને સુશોભન પાછળ પણ મોટો ખર્ચ કર્યો હતો. પરંતુ હવે બુકિંગ રદ થઇ રહ્યાં છે અને રિફંડની માંગણી થઇ રહી છે.

રાત્રિ કર્ફ્યુને લીધે હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરર્સને અપાયેલા ઓર્ડરો રદ્દ કરાતા લગ્ન પ્રસંગોમાં ભંગાણ

બીજી તરફ મિલ્કત અને સરકારના અન્ય ટેક્સ પણ ભરવાના બાકી છે ત્યારે ઉદ્યોગની હાલત વધુ ખરાબ થશે. સરકારે 200 વ્યક્તિઓ લગ્નમાં રાતના 12 વાગ્યા સુધી હાજર રહી શકે તેવી છૂટ આપવી જોઇએ. શનિવાર અને રવિવારે માત્ર અમદાવાદમાં 1700 લગ્નો યોજાવાના હતા આ રીતેજ સુરતમાં 1200 લગ્નો યોજાવાના હતા. લગ્નસરા સહિતના વિવિધ પ્રસંગોને પાર પાડવામાં અગવડતાં નહીં પડે તે માટે સાઉથ ગુજરાત ઈવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલને રજૂઆત કરવામાં આવી છે.

રાત્રિ કર્ફ્યુને લીધે હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરર્સને અપાયેલા ઓર્ડરો રદ્દ કરાતા લગ્ન પ્રસંગોમાં ભંગાણ

જેમાં જણાવવામાં આવ્યું છે કે લોકડાઉનના કારણે માર્ચ મહિનાથી લઈને દિવાળી સુધીની ઘણી ઈવેન્ટ થકી મળનારુ કામ અટકી પડ્યુ હતું. રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુની કરેલી જાહેરાતના પગલે જેમના થકી ઈવેન્ટ આયોજકોને લગ્ન સહિતના વિવિધ પ્રસંગોને પાર પાડવા માટેનું કામ સોંપવામાં આવ્યું છે, તે રદ્દ થવાની ચિંતા છે. મોટાભાગના પ્રસંગો રાત્રિના સમયે હોઈ અને એડવાન્સમાં બુકિંગ, આમંત્રણ સહિતની વિવિધ કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોઈ ત્યારે રાત્રિ કર્ફ્યુથી જો આ બધી ઈવેન્ટ યોજવામાં અડચણ ઉભી થાય તો મોટા પ્રમાણમાં બેરોજગારી ઉભી થશે.

એસજીઈએમએના પ્રેસિડેન્ટ નિરવ ચાવાલાએ જણાવ્યું હતું કે અમારા એસોસિએશન સાથે 85 ઈવેન્ટ કંપનીઓ, 65 થી 75 કેટરીંગ કંપનીઓ, 225થી વધુ મંડપવાળાઓ અને 100થી વધુ આર્ટિસ્ટ સહિત હજારો લોકોને રોજગારી મળે છે.

Related Posts