આ રીતે મંગાવો રજીસ્ટર મોબાઈલ નંબર વગર આધાર PVC કાર્ડ

નવી દિલ્હી : યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Unique Identification Authority of India – UIDAI) એ આધાર કાર્ડનાં ઉપયોગને વધુ સુરક્ષિત બનાવવા માટે નિર્ણય કર્યો છે. UIDAIએ તેના સત્તાવાર ટ્વિટર પર ટ્વિટ (Tweet) કર્યું છે કે તમારો મોબાઇલ નંબર તમારા આધાર પર નોંધાયેલ નથી? ચિંતા કરશો નહીં, તમે તમારા આધાર પીવીસી ઓર્ડર (PVC order) ની સત્તાધિકરણ માટે ઓટીપી પ્રાપ્ત કરવા માટે કોઈપણ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી શકો છો.

હમણાં ઓર્ડર આપવા માટે https://residentpvc.uidai.gov.in/order-pvcreprint લિંક પર ક્લિક કરો. આ કાર્ડમાં સેક્યોરિટી ફીચર્સ (Security features in the card) માં હોલોગ્રામ, ગિલોચ પેર્ટન, ઘોસ્ટ ઈમેજ અને માઈક્રોટેક્સ્ટ હશે, આ કાર્ડને બનાવવા માટે 50 રૂપિયાનો ખર્ચ આવશે. જો તમે પણ નવા પીવીસી કાર્ડ ઇચ્છતા હોવ તો યુઆઈડીએઆઈની વેબસાઈટ પર જઈને ઓર્ડર (Order by going to UIDAI’s website) કરી શકો છો.

આ રીતે મંગાવો રજીસ્ટર મોબાઈલ નંબર વગર  આધાર PVC કાર્ડ

આધાર પીવીસી કાર્ડ (PVC card) સંપૂર્ણ પણે વેધરપ્રૂફ અને સારી ગુણવત્તાવાળી છાપકામ અને લેમિનેશન સાથે મળશે જેને વરસાદ કે પાણીથી કોઈ ખતરો નથી તથા તેને કશે પણ લઈ જઈ શકો છે જેને residentpvc.uidai.gov.in/order-pvcreprint પરથી મંગાવી શકો છે. આ આધાર કાર્ડની સારી ગુણવત્તાવાળી પ્રિન્ટ અને લેમિનેશન, ડ્યુરેબલ છે, લેટેસ્ટ સેક્યુરિટી ફીચર્સ તથા ઈન્સટન્ટ ઓફલાઈન વેરિફિકેશની સુવિધા (Instant offline verification facility) આપવામાં આવેલી છે. જો તમે પણ નવું પીવીસી આધારકાર્ડ મેળવવા વિશે વિચારી રહ્યા છો, પરંતુ જો તમારો મોબાઇલ આધાર સાથે નોંધાયેલ નથી, તો તમે પીવીસી સાથે આધારકાર્ડ મેળવી શકો છો.

આ રીતે મંગાવો રજીસ્ટર મોબાઈલ નંબર વગર  આધાર PVC કાર્ડ

કેવી રીતે પીવીસી ઓર્ડર કરવું ?
પહેલા તો તમારી પાસે ઓરીજનલ આધાર કાર્ડ કે આધાર કાર્ડનો 16 ડિજિટનો નંબર હોવો જરૂરી છે. વેબસાઈટ ઓપન કરીને માય આધાર સેક્શનમાં ગયા બાદ ઓર્ડર આધાર પીવીસી પર ક્લિક કરો. ત્યારે તમે 16 ડિજિટનો વર્ય્યુઅલ આઈ તથા 28 ડિજિટનો આધાર એનરોલ્મેન્ટ આઈડી નાખો. ત્યાર બાદ કેપ્ચા આવશે તેને તમને જોઈને ભરવાનું રહેશે. અને ત્યાર બાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવું અને ઓટીપી નાખી સબમિટ કરવું. ત્યાર બાદ પેમેન્ટ ઓપશન આવસે જેમાં તમે 50 રૂપિયાની ફીસ જમા કરાવી શકો છે. આ તમામ પ્રોસેસ કમ્પિલટ થયાનાં પાંચ દિવસ બાદ આ આધાર પીવીસી કાર્ડ તમારા પાસે ડાક સુવિધા દ્વારા પહોંચાડશે.

Related Posts