આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 42થી 44 ડિગ્રી રહેવાનું અનુમાન
હવામાન ખાતા દ્વારા અમદાવાદમાં 8 થી 14મે સવારના 8:30 વાગ્યા સુધી એટલે કે આગામી સાત દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. 11 અને 13મેની સવાર સુધી હીટવેવની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અમદાવાદમા 8 મેથી 14 મેની સવાર સુધી મહત્તમ તાપમાન 42થી 44 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27થી 28 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.
શહેરમાં આગામી સાત દિવસ માટે 6 ઝોનના 17 વોર્ડમાં કરેલી તાપમાનની આગાહી તેમજ શહેરના જે તે વિસ્તારના મહત્તમ તાપમાનને આધારે આવનાર ત્રણ દિવસ માટે 45 હોટસ્પોટ વિસ્તારો જાહેર કરેલા છે.