અમેરિકામાં ઑરેકલે ટિક-ટોકને ઓવરટેક કર્યુ

ન્યૂયોર્ક (New York): લોકપ્રિય વીડિયો શેરિંગ એપ કંપની ટિકટોક (Tik Tok) નો અમેરિકા ખાતેનો ધંધો ખરીદવામાં વિશ્વની અગ્રણી ટેક કંપની માઇક્રોસોફ્ટને (Microsoft) નિષ્ફળતા મળી છે અને આ કંપનીના ચીની માલિકોએ અમેરિકામાંની આ કંપનીની કામગીરીઓ માટે ઑરેકલ (Oracle) કંપનીને ભાગીદાર બનાવવાનો નિર્ણય કર્યો છે.

Trump says Oracle could handle TikTok: 'Great company' | Fox Business

સત્ય નડેલાના વડપણ હેઠળની માઇક્રોસોફ્ટ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે ટિકટોકની માલિક કંપની બાઇટ ડાન્સે તેને જાણ કરી હતી કે તેઓ ટિકટોકની અમેરિકા ખાતેની કામગીરીઓ માઇક્રોસોફ્ટને વેચશે નહીં. ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલ એક અહેવાલમાં જણાવાયુ હતુ કે તે અસ્પષ્ટ છે કે ટિકટોકે ઓરેકલને ટેકનોલોજી પાર્ટનર તરીકે પસંદ કરી તેનો અર્થ એ કે મલ્ટિનેશનલ કોમ્પ્યુટર ટેકનોલોજી કંપની એવી ઑરેકલ આ સોશ્યિલ મીડિયા એપ કંપનીમાં બહુમતિ હિસ્સો મેળવશે કે કેમ? બીજી બાજુ, વોલ સ્ટ્રીટ જર્નલે (Wall street Journal) તેના એક અહેવાલમાં જણાવ્યુ હતુ કે ઑરેકલ અમેરિકામાં ટિકટોકની વિશ્વાસુ ટેક પાર્ટનર કંપની જાહેર થાય તેવી શક્યતા છે અને આ કરારને સંપૂર્ણ વેચાણનું સ્વરૂપ નહીં આપવામાં આવે. હવે પછીનું પગલું વ્હાઇટ હાઉસ અને અમેરિકામાંના વિદેશી રોકાણ અંગેની સમિતિ આ કરારને મંજૂરી આપે તે છે એ મુજબ વૉલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો હતો.

Oracle Wins Bid for TikTok Sale in U.S. | HYPEBEAST

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને એક વટહુકમ બહાર પાડીને અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આદેશ જારી કર્યો હતો કે જો ટિકટોક અમેરિકામાંનો તેનો ધંધો કોઇ અમેરિકી કંપનીને સોંપશે નહીં તો આ ચીની કંપનીને અમેરિકામાં પ્રતિબંધિત કરી દેવામાં આવશે. ટિકટોકને તેમણે અમેરિકાની સુરક્ષા માટે ખતરા સમાન ગણાવી હતી. અમેરિકામાંનો પોતાનો ધંધો વેચવા માટે ટિકટોકને 20 સપ્ટેમ્બર સુધીની મોહલત અપાઇ હતી જે હવે ટૂંક સમયમાં પુરી થશે.

Related Posts