વિપક્ષી એકતા માટે અવસર આવ્યો

રાષ્ટ્ર સમક્ષની કોઇ પણ મોટી સમસ્યા કે મુદ્દે કોઇ પણ જાતની સર્વાનુમતિ સાધવા માટે નાખુશ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ સૈનિકોની શહાદતમાં પરિણમેલી ચીનની ઘુસણખોરી(Chinese infiltration) અને હુમલાના મામલે સર્વપક્ષી વર્ચ્યુઅલ બેઠક (All-party virtual meeting) બોલાવવામાં ઝડપી હતા. આ મુદ્દો ચૂંટણીના રાજકારણ સાથે સંકળાયેલો હોવાથી અને ટીકાને દૂર રાખવા જવાબદારીની હિસ્સેદારી રાખવા માટે આ બેઠક હૃદયપરિવર્તનથી નહીં, પણ ફરજ પડી એટલે બોલાવવી પડી છતાં તે આવકાર્ય પગલું હતું.

વિપક્ષી એકતા માટે અવસર આવ્યો

મોદીએ પોતે સત્તા પર આવ્યા પછી પોતાની અજેયપણાની જે છાપ ઊભી કરી હતી તે ચીનના આ પગલાંથી ભૂંસાઇ ગઇ છે અને આ પગલું પણ એ ચીને ભર્યું છે, જે છેલ્લા બે દાયકાથી આપણો માનીતો મુકામ હતો. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે મોદી રાજય માટે ચીનનો સહયોગ મેળવવા આંટાફેરા કરતા હતા. અલબત્ત, તે તેમનો હકક હતો અને હજી હમણાં સુધી તેમણે ચીનના પ્રમુખ શી જિન્પીંગ(Jinping) સાથે ૧૮ બેઠકો કરી હતી અને તેમાં તેમની વડા પ્રધાન તરીકે પાંચ સત્તાવાર યાત્રા અને મુખ્યમંત્રી તરીકે ચાર સત્તાવાર યાત્રાનો સમાવેશ થાય છે.

આ પશ્ચાદ્‌ભૂમાં ચીનના લડાખમાં ખરેખરી અંકુશરેખા પરના દુ:સાહસે મોદીને જો સર્વપક્ષી બેઠક બોલાવવા માટે ભાર મૂકયો હોય તો, વિરોધ પક્ષો માટે કયાં શું ખોટું થયું અને જવાબદારી કોની તે સરકારને હકકપૂર્વકનો પ્રશ્ન પૂછવા માટે પોતાના મતભેદો ભૂલી જવા જોઇએ. આમ વિરોધપક્ષો સાથે મસલત પ્રક્રિયામાં વર્ચ્યુઅલ બેઠકો યોજવાના નિર્ણયથી ઘણા રાજકીય પક્ષોને આશ્ચર્ય થયું છે. ઊભા આડા ચીરામાં કપાઇ ગયેલી એકતાથી વેરવિખેર થઇ ગયેલા વિરોધ પક્ષોના નેતાઓને સરકારને ભીંસમાં લેવા સંયુકત વ્યૂહરચના ઘડવાનો ભાગ્યે જ સમય મળ્યો હતો. કોંગ્રેસે(Congress) ચીનની ઘુસણખોરી અને સૈનિકોની શહાદત માટે સરકારને દોષ દઇ ધારદાર સવાલો પૂછી એકલપંડે યુદ્ધ શરૂ કર્યું. છતાં સમગ્રતયા વિરોધ પક્ષો માટે અવસર ચૂકી જવા સમાન હતું.

વિપક્ષી એકતા માટે અવસર આવ્યો

બહુજન સમાજપક્ષ અને સમાજવાદી પક્ષ (Bahujan Samaj Party and Samajwadi Party)જેવા પક્ષોએ વિરોધપક્ષ તરીકેની ભૂમિકાનો લગભગ ત્યાગ કર્યો હોય અને તૃણમૂલ કોંગ્રેસ અને ખુદ કોંગ્રેસના સાથીઓ નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષ અને શિવસેનાના તેનાથી સલામત અંતર રાખવાના દેખીતા પ્રયાસોને કારણે હાથતાળી આપી છટકી જતી વિપક્ષી એકતાના મુદ્દે વાત કરીએ તો વિરોધપક્ષો સંયુકતપણે ચીન પ્રત્યેના ભાવિ વ્યૂહમાં સરકારને પૂરો ટેકો આપવા ઉપરાંત સરકારને પ્રશ્નો પૂછવાનો સમાન અભિગમ અપનાવ્યો હોત તેા તેઓ વધુ દાવેદાર બની શકયા હોત. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પોતાની વેધક અદા ધારણ કરી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા અને તેમના કટ્ટર હરીફોએ તેને સરકાર સામે લાગ્યું તો તીર નહીં તો તુકકો ગણાવી દીધો.

સોનિયા ગાંધી(Sonia Gandhi)ના નેતૃત્વમાં કોંગ્રેસ ઝડપી નિર્ણય લેવામાં અથવા જુદા જુદા મુદ્દા પર હિંમતભર્યો અભિગમ લેવા માટે જાણીતી નથી. આ સંદર્ભમાં સોનિયા ગાંધીના બદલાયેલા આચરણને ચીની ઘુસણખોરી સહિતના જુદા જુદા પ્રોટોની તોપમારો કરવાના રાહુલ ગાંધીના બેફામ કૃત્ય સાથે લેવાદેવા હોઇ શકે. ખરેખરી અંકુશરેખાની મડાગાંઠ જેવા પ્રશ્નો પરત્વે વડા પ્રધાનનો ઉધડો નહીં લેવા માટે તા. ૨૩ મી જૂને પક્ષની કારોબારીમાં રાહુલે કોંગ્રેસના નેતાઓને ખુલ્લેઆમ દોષિત ગણાવ્યા તેમાંથી તેનો અણસાર આવી ગયો હતો. અંદરનાં વર્તુળોને માનવામાં આવે તો રાહુલ જયારે વરિષ્ઠ નેતાઓનો ઉધડો લેતા હતા ત્યારે સોનિયા ગાંધી મૂક પ્રેક્ષક બની રહ્યા હતા.

વિપક્ષી એકતા માટે અવસર આવ્યો

કોંગ્રેસ ચર્ચા માટે પોતાના પ્રવકતાઓને જ મોકલવાનું શરૂ નથી કર્યું, પણ પોતાની ઉપસ્થિતિની પણ પ્રતીતિ કરાવી તે ન્યૂઝ ચેનલો પર દેખાય છે. તેમણે પોતાની હકીકતો અને આંકડા સાથેની સજજતા હોવાની અસર પાડી છે. કોવિડ-૧૯ અને ચીનના ઉધામાઓ શાસક ભારતીય જનતા પક્ષ (એટલે કે મોદી) અને વિરોધપક્ષોને ખાસ કરીને આવા પડકારો આવે ત્યારે પોતાના વ્યૂહો પર કે રાજકારણ પર ફેરવિચારણા કરવાની તક આપી છે. આવા પડકારોને પહોંચી વળવા સંયુકત લડત આપવા વિરોધ પક્ષોને સાથે રાખવાનું મહત્ત્વનું છે તેવો પાઠ શાસક પક્ષ શીખ્યો જ હશે. સરકાર તેને વ્યવહારમાં મૂકશે?

વિરોધ પક્ષો નરેન્દ્ર મોદીએ ભીંસમાં લેવા માટે સંયુકત તાકાતથી લડવા મતભેદો ભૂલી જઇ સુધરી જાય એવું અત્યારે નથી લાગતું તેની પાછળ તેમનો નિરાશાવાદ જવાબદાર છે. ત્રણ ચાર મહિનામાં બિહાર વિધાનસભાની ચૂંટણી આવે છે અને ત્યાર પછી બે વાર વિધાનસભાની ચૂંટણી આવે છે. જેમાં મમતા બેનરજીને ઉથલાવવાની ભારતીય જનતા પક્ષની મુખ્ય નેમ છે અને તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસે અને ડાબેરી પક્ષોમાં વિભાજન થાય તે રાજકીય સમજૂતી માટે કોઇ પ્રયાસ નહીં થાય તો પડકારરૂપ બનશે.

વિપક્ષી એકતા માટે અવસર આવ્યો

રાષ્ટ્રવ્યાપી હોવાથી કોંગ્રેસે જ આ ટોપલો માથે લઇને ચાલવું પડશે. ચીનના મામલે સર્વપક્ષી બેઠકમાં એકલે તલવાર વીંઝયા જેવું હોવાથી કોંગ્રેસ ભાવિ વ્યૂહ ઘડવામાં ના-અજાણિયાની જેમ તંગ દોરડા પર ચાલવું પડશે. ‘એકલા ચાલો રે’ છતાં કોંગ્રેસ રાજયો અને રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી એકતા માટે ઝઝૂમવું પડશે અને તે પોતાનાં મૂળિયાં લોકોમાં મજબૂત કરશે તો વિપક્ષોની આંખ ઉઘડશે. હા, લોકડાઉનમાં કોંગ્રેસીઓ જાહેરમાં વધુ દેખાતા થયા હતા. ચીનના ઉધામાને કારણે વડા પ્રધાને સર્વપક્ષી બેઠક બોલાવવાની ફરજ પડી પણ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો જેવા ઘર આંગણેના પ્રશ્નો પણ એ વિપક્ષો જનમત પેદા કરે તો સરકાર પર દબાણ લાવવાનો મોકો મળે તે તેમણે સમજવાનું રહેશે. ચીનના ઉધામાને મામલે બોલાવાયેલી સર્વપક્ષી બેઠક પોતાની એકતા માટે શ્રીગણેશ છે તે વિરોધ પક્ષોએ સમજવું પડશે.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts