મંદિરોની સંપત્તિ ઉપર ફકત આમજનતાનો અધિકાર છે

મંદિરોની સંપત્તિ કે રાષ્ટ્રની કોઇ પણ સંપત્તિ ઉપર ફકત આમજનતાનો જ અધિકાર છે. અર્થાત્ મંદિરોની સંપત્તિ ઉપર કોઇ વર્ગવિશેષ, કોઇ સાધુ-સંતો કે કોઇ વર્ણ કે જાતિવિશેષનો અધિકાર હરગિઝ નથી. કારણ કે મંદિરોમાં મોટા ભાગનું ધન શ્રધ્ધાળુ અને દર્શનાર્થી આમજનતા તરફથી જ આવતું હોય છે. ધનવાનો તરફથી નાના મોટા દાન મારફતે આવતું ધન પણ વાસ્તવમાં ગરીબોની મહેનતનું જ હોય છે. ધનવાનોના વિવિધ ધંધાઓમાં ગરીબો અને આમજનતા જ કામ કરતી હોય છે. તેથી ધનવાનોની કમાણીમાં ગરીબો અને આમજનતાનો હિસ્સો હોય છે.

ઉપરાંત કેટલાક ધનવાનો તો ગરીબો અને આમજનતાનું શોષણ અને અન્યાય કરીને તેમ જ કરચોરી, વીજચોરી, ભેળસેળ અને તોલ માપ તથા કવોલીટીમાં છેતરીને પૈસા ભેગા કરી મંદિરોમાં અને અન્યત્ર દાન કરતા હોય છે. તેથી તેવા દાનનું ધન વાસ્તવમાં ગરીબો અને આમજનતાનું જ હોય છે. તેથી મંદિરોની તથા અન્ય ધાર્મિક આશ્રમો અને ધર્મ સ્થાનોના ધન ઉપર જો કોઇનો અબાધિત અધિકાર હોય તો તે ગરીબો અને આમજનતાનો જ છે જે કશું જ કામ કરતા નથી એવા બાવા-સાધુઓ કે કોઇ ઉચ્ચ કુલીન જાતિઓનો એના ઉપર કોઇ અધિકાર હોઇ શકે નહીં. અલબત્ત મંદિરના કર્મચારીઓ અને પૂજારીઓને તેમના કામ બદલ પગારનો તેમને અધિકાર હોઇ શકે છે. દેશના ગરીબો અને આમજનતાએ આજે એ વાત સ્પષ્ટ રીતે સમજી લેવાની આવશ્યકતા છે કે દેશના ધનવાનો, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો વગેરે ગરીબો અને આમજનતાની મહેનત, પુરુષાર્થ અને શોષણ તથા અન્યાય ઉપર જ અમીર બન્યા છે.કડોદ – એન. વી. ચાવડા

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts