વડોદરામાં કોરોનાના એક જ દિવસમાં નવા 26 કેસ નોંધાતા ફફડાટ

વડોદરામાં કોરોનાનાં નવાં 26 કેસ ઉમેરાતા તંત્ર દોડતું થયું છે. 215 સેમ્પલમાંથી 26 પોઝીટીવ આવ્યાં છે. અહીં એક દિવસમાં સૌથી વધુ કેસનો રેકોર્ડ નોંધાયો છે. આ કેસ સાથેજ વડોદરામાં સંક્રમિતોનો આંક 350 થયો છે. જ્યારે અત્યાર સુધી કોરોનાથી 24 લોકોનાં મોત થયા છે. વડાદરામાં એકજ દિવસમાં આટલા કેસ નોંધાતા વડોદરા શહેરના વાડી અને વારસિયા સહિતના પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીઓને સેનેટાઇઝ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. આ ઉપરાંત શાકભાજી અને ફ્રૂટની લારીઓ વાળાઓને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં માટે પોલીસ કડકાઈથી કામ લઈ રહી છે.

વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના 350 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોના વાઈરસથી 24 લોકોના મોત થયા છે. રોજેરોજ કોરોના વાઈરસના કેસોમાં વધારો થયો છે અને છેલ્લા 10 દિવસથી તો રોજેરોજ કોરોના વાઈરસથી મોત થઇ રહ્યા છે, ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા કોરોના વાઈરસના બુલેટીનમાં કોરોનાનો એક પણ ટેસ્ટ કર્યાં વિના જ કોરોના વાઈરસ પોઝિટિવની સંખ્યા 0 બતાવી હતી. જોકે બપોરે બાદ અચાનક જ આરોગ્ય વિભાગે 215 સેમ્પલ પૈકી 26 પોઝિટિવ કેસ જાહેર કર્યાં છે. 

Related Posts