ધન તેરસની રાત્રે જ્વેલર્સની દુકાનના તાળા તોડી ૯.૮૦ લાખની મત્તાની ચોરી

તસ્કરોએ ગ્રીલના તાળા નકુચા સાથે કાપી નાખ્યા

(પ્રતિનિધિ)વડોદરા.તા.૧૫ શહેરના સયાજીગંજના  કડકબજાર ખાતે શ્રી રંગ કોમ્પલેક્ષમાં આવેલી એસ.કુમાર જ્વેલર્સ નામની દુકાનને નિશાન બનાવી ધનતેરસની આગલી રાત્રે ત્રાટકેલા નિશાચરોએ બંધ દુકાનની ગ્રીલના નકુચા કાપીને અંદર પ્રવેશી શોરુમમાથી રુપીયા ૯.૬૦ લાખ ઉપરાંતની કિંમતના સોના ચાંદીના દાગીનાનો હાથ ફેરો કરી ગયાના બનાવથી ભારે ચકચાર મચવા પામી છે.બનાવ અંગે સયાજીગંજ પોલીસે ગુનો નોધીને તપાસ શરુ કરી છે.

શહેરના સયાજીગંજ કડકબજારમાં આવેલા લલ્લુભાઇ વીસી-૨ માં રહેતા સુરેશભાઇ જગદીશભાઇ અગ્રવાલ આજ વિસ્તારમાં શ્રી રંગ કોમ્પલેક્ષમા એસ.કુમાર જ્વેલર્સના નામે દુકાન ધરાવે છે.દુકાનનુ સંચાલન સુરેશભાઇ અને તેનો પુત્ર કરે છે.ધનતેરસની આગલી રાત્રે સુરેશભાઇ પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા.

બીજા દિવસે ધનતેરસ હોઇ તેમનો પુત્ર ચેતન સવારે નવ વાગે દુકાન પર આવ્યો હતો. તેને દુકાનની ગ્રીલ ખુલ્લી અને નકુચા કાપેલા જોઇ ચોકી ઉઠ્યો હતો. દુકાનમાં જ્વેલર્સના ડ્રોવર ખુલ્લા હતા દુકાનમાં બધુ જ વેરવિખેર પડેલુ જોઇ તેને પિતાને જાણ કરી હતી.

દુકાનના માલીક સુરેશભાઇ તરત જ દુકાને ગયા હતા. જ્યાં કોઇ તસ્કરોએ દુકાનના જાળીના નકુચા કાપી અંદર પ્રવેશીને દુકાનમાથી ચાંદીના છડા,ભગવાનની મુર્તીઓ,ચાંદીના સિક્કા,શીટીઓ,કડા,મંગળસુત્ર પેન્ડલ સાથેનુ,ચેઇન,બ્રેસલેટ,નેકલેસ તથા ચાંદીના વાસણો સહીત કુલ રુપીયા ૮૮૦૦૦૦/- ની કિમતની ચોરી કરી ગયાની સાથે ૨૨ ગ્રામના સોનાના દાગીના રુપીયા ૮૦૦૦૦/- ની કિમતના મળી કુલ રુપીયા ૯૮૦૦૦૦/- ની માલમત્તા તસ્કરી કરી ગયા હોવાઅંગે ની ફરિયાદ સુરેશભાઇએ સયાજીગંજ પોલીસ મથકે નોધાવતા પોલીસે ગુનાની નોધ લઇને તપાસ શરુ કરી છે.

Related Posts