પીએમ મોદીના જન્મદિને સીએમ રૂપાણી સરકારે વિવિધ યોજના અમલી બનાવી

ગાંધીનગર : ગુરુવારે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના 70માં જન્મદિને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. દેશી ગાય આધારિત કૃષિ યોજના અન્વયે ખેડૂતોને ગાય દિઠ વાર્ષિક 10 હજારની સહાય આપવાની યોજના અમલમાં મૂકી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ (Amit Shah) તથા સીએમ રૂપાણી (CM Vijay Rupani) એ ગુરુવારે વિડીયો કોન્ફરન્સ (Video conference)ના માધ્યમથી ગાંધીનગરમાં 24 કલાક પીવાનું પાણી મળી રહે એ માટે 229 કરોડની યોજનાનું ઈ-ખાતમુહૂર્ત કરાવ્યું હતું. સીએમ રૂપાણીએ વધુમાં વિડીયો કોન્ફરન્સ દ્વ્રારા ઉકાઈ જળાશય આધારિત 308 કરોડની સાગબારા-ડેડિયાપાડા જૂથ યોજનાનું ઈ-લોકાર્પણ કર્યું હતું. વધુમાં રૂપાણીએ ઈ-વાહનો માટે સહાય યોજના જાહેર કરી હતી. 1 લાખ સખી મંડળોની 10 લાખ બહેનોને 50 લાખથી 1 કરોડ સુધીની સહાય શૂન્ય ટકા વ્યાજે આપવા માટે 124 બેન્કો સાથે એમઓયુ કર્યાં છે. જેમાંથી 337 મહિલા જૂથોને લોનની મંજૂરીનાં પત્રો પણ આપ્યાં હતાં.

Related Posts