EDએ નીરવ મોદીની 329.66 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (The Enforcement Directorate – ED) એ બુધવારે ભાગેડુ હીરાવેપારી નીરવ મોદી (Nirav Modi) ની 329.66 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. 48 વર્ષીય નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સી (Mehul Choksi) પર પંજાબ નેશનલ બેંક (Punjab National Bank-PNB) સાથે છેતરપીંડી (fraud) કરી હતી. 2018માં આ બંને ભારત છોડીને ભાગી ગયા હતા. આ બંને પર પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એકટ (Prevention of Money Laundering Act – PMLA) હેઠળ તપાસ કરવામાં આવી રહી છે.

PNB scam: Revenue department asks banks that loaned to Nirav Modi ...

ગયા વર્ષે લંડન (London /UK/ United Kingdom / England/ Britain) માં નીરવ મોદીની ધરપકડ (arrest) કરવામાં આવી હતી અને તે જેલમાંથી ભારતે કરેલી પ્રત્યાર્પણની અરજી (extradition plea) સામે લડી રહ્યો છે. મેહુલ ચોક્સી હવે એન્ટિગુઆ (Antigua) માં રહે છે અને તેણે ત્યાંની નાગરિકતા (citizenship) મેળવી લીધી છે. તેણે ભારત પાછા ન આવવા માટે અસ્વસ્થ આરોગ્યના કારણો ટાંક્યા છે. આ બંનેએ મળીને પંજાબ નેશનલ બેંક સાથે 2 અબજ ડોલર (અંદાજે 14,000 કરોડ) થી વધુ રકમની છેતરપીંડી કરી છે.

Nirav Modi faces fresh FIR for using multiple Indian passports ...

ઇડીએ અત્યાર સુધી નીરવ મોદીની 2,348 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આજે જપ્ત કરાયેલ મિલકતોમાં મુંબઈના વરલી (Mumbai Worli) ખાતે આવેલ બિલ્ડિંગ ‘સમુદ્ર મહલ’ ,ચાર દરિયાકાંઠે આવેલા ફાર્મ હાઉસ (farm house), અલીબાગમાં જમીન (Land in Alibaugh) , જેસલમેરમાં પવનની મિલ (wind mill in Rajasthan’s Jaisalmer), લંડનમાં એક ફ્લેટ, યુએઈ (UAE) માં ફ્લેટ, શેર અને બેંક ડિપોઝીટ (bank deposits) નો સમાવેશ થાય છે. 8 જૂને મુંબઇની વિશેષ અદાલતે (Special Court) ઇડીને નીરવ મોદીની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર આપ્યો હતો.

Nirav Modi and the myth of the path to success

પાછલા વર્ષે 5 ડિસેમ્બરે અદાલતે નીરવ મોદીને ફરાર આર્થિક અપરાધી (fugitive economic offender) જાહેર કર્યો હતો. એક ડિઝાઇનર (designer) , ઉદ્યોગપતિ (businessman) અને લક્ઝરી ડાયમંડ જ્વેલર (diamond jeweler) , નીરવ મોદી 2017 માં ફોર્બ્સ (Forbes) ની અબજોપતિની યાદીમાં 57મા ક્રમે આવ્યો હતો. તે ભારત અને વિદેશમાં સ્ટોર્સવાળા ફાયરસ્ટાર ઇન્ટરનેશનલનો અધ્યક્ષ છે. માર્ચ, 2019 માં લંડનમાં ધરપકડ થયા બાદ હાલમાં નીરવ મોદી યુકેની જેલમાં બંધ છે. અને હાલમાં તે ભારત પ્રત્યાર્પણની લડતમાં લડી રહ્યો છે.

DRT directs Nirav Modi and partners to pay over Rs 7,200 cr plus ...

વાંચો…નીરવ મોદીને લંડન કોર્ટે 9 જુલાઈ સુધી રિમાન્ડ પર મોકલ્યો https://gujaratmitra.in/london-court-sent-nirav-modi-on-remand-till-9th-july-until-next-hearing/

Related Posts