આજથી રાજ્યમાં 21 કેન્દ્રો પરથી ટ્રેનોનું ઓફલાઈન બુકિંગ શરૂ, આ રેલવે સ્ટેશનો પર થશે બુકિંગ

સમગ્ર ભારતમાં 58 દિવસ બાદ રેલવે દ્વારા ઓનલાઈન બુકિંગ બાદ ઓફલાઈન બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આઈઆરસીટીસીનાં કેન્દ્રો પર આ ટિકિટ રૂબરૂ જઈ બુકિંગ કરાવી મેળવી શકાશે. ગુજરાતમાં કુલ 21 કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. તેમાંથી ફક્ત અમદાવાદ ડિવિઝનમાં જ 8 કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનમાં ફક્ત એક કાઉન્ટર શરૂ કરાયું છે. ભાવનગર ડિવિઝિનમાં ચાર કાઉન્ટર શરૂ કરાયા છે. જ્યારે વડોદરા ડિવિઝન માં આઠ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

સમગ્ર રાજ્યમાંથી પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે રવાના થઈ રહ્યાં છે. સુરત સમતે કેટલાક શહેરોમાંથી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો પણ ચલાવવામાં આવી રહી છે ત્યારે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે સવારના 8:00 વાગ્યા કાઉન્ટર શરૂ થતાં જ લોકો ટિકિટ રિઝર્વેશન માટે આવ્યા હતા. રિઝર્વેશન કરનારા લોકોમાં સૌથી વધારે યુપી-બિહારના શ્રમિકો જોવા મળ્યા હતા.

સવારના 8થી સાંજના 6 કલાક સુધી ટિકિટ બુકિંગ કરવામાં આવશે. જોકે, પ્રથમ દિવસે લોકો 10 વાગ્યે બુકિંગ માટે પહોંચ્યા હતા. જોકે, રિઝર્વેશન કાઉન્ટર સવારના 8:00થી શરુ કરી દેવામાં આવ્યા છે પરંતુ યોગ્ય માહિતી ન હોવાને કારણે શ્રમિકો સહિત મોટાભાગના પ્રવાસીઓ ટિકિટ બુકિંગ માટે 10 વાગ્યા બાદ ટિકિટ બુકિંગ માટે પહોંચ્યા હતા.

ગુજરાતમાં કયા કયા રેલવે સ્ટેશન પર કાઉન્ટર શરૂ કરાયા ?

અમદાવાદ ડિવિઝિન :

કાલુપુર રેલવે સ્ટેશન : 2 કાઉન્ટર
સાબરમતી : 1 કાઉન્ટર
વિરમગામ : 1
ગાંધીધામ : 1
મહેસાણા : 1
પાલનપુર : 1
ભુજ : 1

વડોદરા ડિવિઝિન :

વડોદરા : 2
NAIR : 1
ભરૂચ : 1
અંકલેશ્વર : 1
નડિયાદ : 1
આણંદ : 1
ગોધરા : 1

રાજકોટ ડિવિઝિન :

રાજકોટ : 1

ભાવનગર ડિવિઝિન :

ભાવનગર : 1
જૂનાગઢ : 1
વેરાવળ : 1
પોરબંદર : 1

Related Posts