નિષ્ણાતોના મતે વિશ્વમાં સંક્રમિત લોકોની સંખ્યા વાસ્તવિકતાથી દસ ગણી હોઇ શકે છે

છ મહિનાથી દુનિયાભરમાં તરખાટ મચાવી રહેલ નવા કોરોનાવાયરસ (Corona Virus) સાર્સ કોવ-2 (sars cov 2)ના ચેપના કેસોએ એક કરૂણ સીમાચિન્હ સર કર્યું છે જેમાં આ વાયરસના કન્ફર્મ્ડ કેસો (Confirmed Cases) દુનિયાભરમાં એક કરોડના આંકડાને વટાવી ગયા છે.અમેરિકાની જહોન હોપકિન્સ યુનિવર્સિટી (Johns Hopkins University) દ્વારા ભેગા કરવામાં આવતા આંકડાઓએ રવિવારે દર્શાવ્યું હતું કે દુનિયાભરમાં આ વાયરસના ચેપના કેસો એક કરોડ કરતા વધુ થઇ ગયા છે. ભારત (india) અને રશિયા (Russia) જેવા દેશોમાં હજારો નવા કેસો નોંધાયા પછી આ આંકડો એક કરોડને પાર થઇ ગયો છે. અને અત્યારે વિશ્વભરમાં સૌથી વધુ કેસો અમેરીકા (United States) માં છે જે 25 લાખ કરતા વધારે છે. જ્યારે આ કોરોનાવાયરસથી થતાં કોવિડ-19 (Covid-19) રોગથી વિશ્વભરમાં થયેલા મૃત્યુઓનો આંકડો લગભગ પાંચ લાખ જેટલો છે.

નિષ્ણાતોના મતે વિશ્વમાં સંક્રમિત લોકોની સંખ્યા વાસ્તવિકતાથી દસ ગણી હોઇ શકે છે

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં વીસ હજાર જેટલા નવા કેસો નોંધાયા હતા. રશિયામાં પણ મોટા પ્રમાણમાં કેસો નોંધાયા છે. લેટિન અમેરિકન દેશ બ્રાઝિલ (Brazil)માં છેલ્લા કેટલાક સપ્તાહથી મોટા પ્રમાણમાં કેસો અને મૃત્યુઓ નોંધાઇ રહ્યા છે. અત્યારે સૌથી વધુ કેસ અમેરિકામાં છે. જ્યારે બ્રાઝિલ અને રશિયા તેના પછી આવે છે. ભારતનો ક્રમ કેસોની સંખ્યાની દષ્ટિએ ચોથો છે. ચીનથી શરૂ થયેલો રોગચાળો બાદમાં યુરોપ અને અમેરિકામાં ખૂબ વકર્યો હતો. યુરોપના ઇટાલી (Italy), સ્પેન (Spain) અને બ્રિટન (Britain) જેવા દેશોમાં મોટા પાયે કેસો અને મૃત્યુઓ નોંધાયા બાદ અત્યારે ત્યાં આ રોગચાળાની ગતિ ધીમી પડી ગઇ છે.

નિષ્ણાતોના મતે વિશ્વમાં સંક્રમિત લોકોની સંખ્યા વાસ્તવિકતાથી દસ ગણી હોઇ શકે છે

જો કે જહોન હોપકિન્સ યુનિવર્સિટી (Johns Hopkins University) ફક્ત કન્ફર્મ્ડ કેસો જ નોંધે છે ત્યારે નિષ્ણાતો માને છે કે જેમને ચેપ લાગ્યો છે તેવા લોકોનો ખરેખરો આંકડો તો આના કરતા દસ ગણો હોઇ શકે છે કારણ કે ઘણા બધા દેશોમાં ઘણા બધા લોકોનું ટેસ્ટિંગ થઇ શક્યું નથી અને ઘણા લોકો એવા છે કે જેમને ચેપ લાગ્યો હોવા છતાં તેઓ કોઇ લક્ષણો ધરાવતા નથી.

નિષ્ણાતોના મતે વિશ્વમાં સંક્રમિત લોકોની સંખ્યા વાસ્તવિકતાથી દસ ગણી હોઇ શકે છે

હાલમાં વિશ્વમાં કોરોનાના 1,02,58,151 કેસો છે, જેમાંથી 55,63,040 લોકો સાજા થયા છે. વિશ્વમાં અત્યાર સુધી 5,04,613 લોકો કોરોનાથી મોત પામ્યા છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા અને ભારતમાં કોરોનાના અનુક્રમે 26,37,077, 13,45,254, 6,41,156 અને 5,49,197 કેસો નોંધાયા છે.

Related Posts