Charchapatra

હવે પેપર લીક કાંડની રામાયણ

પેપર લીક નથી થતાં પણ કરવામા આવે છે.આ કેમ થયું અને કોણે કર્યું. મુજબ આ રહસ્ય , અનેક ધરપકડો,નિવેદનો અને તપાસ સમિતિની તળિયાં ઝાટક તપાસ પછી પણ અનુત્તર રહે એમ પણ બને.પ્રચંડ બહુમતિ ધરાવતી આ સરકાર સામે બહુ મોટો પડકાર આમાં રહેલો છે અને આ માટે સરકાર પેપર લીક કાંડ સાથે સંકળાયેલા તત્વો સામે કઈ રીતે પેશ આવે છે એ પ્રજાને જાણવાની આતુરતા રહે તે સ્વાભાવિક છે. રાજ્યમા યુવા મતદારો વધ્યા એ સાથે યુવા બેરોજગાર પણ કેટલા છે એનો અંદાજ માંડ અગિયારસો જગા માટે નવ લાખ જેટલા પરીક્ષાર્થીઓ નો આંકડો ઘણું બધું કહી જાય છે.માની લઈએ કે આમા બધા જ નોકરી વિહોણા નહિ હોય પરંતુ જોબ સિકયુરીટી, પગાર ધોરણો અને નિવૃતિ પછીના આર્થિક લાભો અન્ય ખાનગી કંપનીના મુકાબલે કેટલાં આકર્ષક અને આશાસ્પદ છે એ અંગે નીચા પગારે શિક્ષિત યુવકો જયાં હાલ કામ કરે છે અને એમા કઈ રીતે તેમનું શોષણ થાય છે તેની અનેક ચોંકાવનારી વિગતોશાસકોએ કડક,કઠોર અને અપ્રિય પગલાં ભરવામા પણ જરાય પાછી પાની ન કરવી જોઇએ એ કહેવાની જરૂર ખરી ?
સુરત     – પ્રભાકર ધોળકિયા            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પોંક સેવને બદલે પોંક વડા અને પોંક પેટીસનું ચલણ વધ્યું છે
એક જમાનો એવો હતો કે જયારે પ્રત્યેક સુરતીલાલાઓ પરિવારમાં બધા ભેગા મળીને રાંદેર રોડ પરની જુની પોંકનગરીમાં ઘરેથી લીલા લસણની ચટણી અને દહીની છાસ બનાવીને રંગેચંગે પીકનીક મનાવતા. શનિ-રવિ અને રજાના દિવસોમાં અહી ભીજ જામતી, સ્કૂલમાંથી પણ આવા પીકનીકનાં કાર્યક્રમ યોજાતા. એ સમય પર આંધળી વાનીના મીઠામધૂરા પોંકની બોલબાલા હતી. ઘરેથી બેસવા માટે લાવેલી સાદડી પાથરીને બે ત્રણ જાતની સેવ સાથે અને વિશેષ લીંબુ મરીની સેવ સાથે હોંસે હોંસે મીઠો પોંક ખાતા જાય અને અંતાક્ષરી રમતા જાય. ઘરના બાળગોપાળ ચગડોળમા બેસીને ખુશખુશાલ થઇ જતા ત્યારે પોંકની પીકનીકની પણ એક મજા હતી.

સમય સાથે બધુ બદલાયુ હવે આજની પેઢીના લોકો મજાક ઉડાવતા હસતા હસતા બોલે છે પોંક શું ખાવાનું ? તેઓ આવી દાંતની કસરત કરવાથી દૂર રહે છે ફાસ્ટ ફૂડ અને ઠંડા પીણાથી ટેવાયેલી નવી પેઢી કયારેક ોંકના વડા અને પોંકની પેટીસ ખાય છે. રાંદેર રોડ પર એક સ્ટોલ પર લાઇન લાગે છે. મોંઘા ભાવની પેટીસ અને પોંકવડાનું ચલણ વધ્યુ છે. મને બરોબર યાદ છે કે એક સમય પર મુંબઇથી પણ જુની પેઢીના પોંક પ્રેમી લોકો સુરત આવી પીકનીક મનાવતા. જતી વખતે પોંક સાથે સુરતની લીંબુ મરીની સેવ લઇ જતાં, હવે એ બધુ પણ સમયની સાથે બંધુ થયું છે.

વર્ષોથી નવી પોંક નગરીએ જુની પોંક નગરીનું સ્થાન મેળવ્યુ છે. 400 રૂા.ના ભાવનો પોંક લેવા માટે ત્યા પણ પહેલા જેવી ઘરાકી રહી નથી. પોંકના સ્ટોલ પણ ઓછા થઇ ગયા છે. એવું લાગે છે જયાં સુધી થોડા ઘણા જુની પેઢીના સુરતીલાલાઓ બચ્યા છે. ત્યાં સુધી પોંકની થોડીક બોલબાલા રહેશે. પોંકના સ્ટોલવાળા પણ એવુ સ્વીકારે છે. પોંક સેવને બદલે પોંકવડા અને પોંક પેટીસનું ચલણ રહેશે. પરિવર્તનને સ્વીકારવુ પડે.
સુરત     – જગદીશ પાનવાલા  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top