હવે રાજયમાં RTPCR ટેસ્ટ 1500 રૂ.માં કરાશે

ગાંધીનગર (Gandhinagar): કોરોના માટે આરટી પીસીઆર ટેસ્ટ કરવાની કિંમતમાં સરકારે કરેલા ઘટાડાનો આજથી અમલ શરૂ થઈ ચૂક્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Dy. CM Nitin Patel) જણાવ્યુ હતુ કે, સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને નાગરિકોના હિતને ધ્યાને લઈ ખાનગી લેબોરેટરીમાં થતા ટેસ્ટની કિંમતમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાના દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં થતાં ટેસ્ટ માટે જે-તે સમયે જે દર નક્કી કરાયા હતા તેમાં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો છે. રાજ્યમાં જે-તે સમયે ટેસ્ટ માટેની કિટ પણ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ થતી હતી.

Coronavirus: Why An Infected Person May Test Negative In 40% Of Cases

ગુરુવારે હવે કિટની સંખ્યામાં અને કિટના ઉત્પાદનમાં પણ વધારો થતાં આ નિર્ણય કરાયો છે.
ખાનગી લેબોરેટરીમાં જે RTPCR ટેસ્ટ કરવા માટે રૂપિયા 2500 નિયત કરાયા હતા તે ઘટાડીને હવે રૂપિયા 1500 કરવામાં આવ્યા છે. એટલે કે એક હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. એ જ રીતે ખાનગી લેબોરેટરીના ટેક્નિશિયન લોકોના ઘરે જઈને સેમ્પલ લઇને જે ટેસ્ટ કરતા હતા તેનો દર રૂપિયા 3000 વસૂલવામાં આવતો હતો તેમાં પણ રૂ.1000નો ઘટાડો કરાયો છે. એટલે હવે આ ટેસ્ટ પણ રૂ.2000માં કરાશે. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળોમાં રખાતા પ્રત્યેક ઢોરને પ્રતિદિન રૂ.25ની સહાય આપવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ સહાય આગામી ત્રણ માસ એટલે કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર સુધી ચૂકવાશે.

Why does the coronavirus test cost Rs 4,500 in India?

24 કલાકમાં રાજ્યમાં 8,56,020 ટેસ્ટ કરાયા

24 કલાકમાં રાજ્યમાં 8,56,020 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે નવા 1379 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સારવાર દરમિયાન રાજ્યમાં 14 દર્દીએ દમ તોડ્યો છે. આરોગ્ય વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, 24 કલાકમાં રાજ્યમાં ટેસ્ટની સંખ્યા વધારીને 85,620 ટેસ્ટ કરાયા છે. જ્યારે રાજ્યમાં નવા 1379 પોઝિટિવ દર્દી નોંધાયા છે. ખાસ કરીને મહાપાલિકા વિસ્તાર પૈકી સુરત મનપામાં 171 કેસ, અમદાવાદ મનપામાં 151, જામનગર મનપામાં 108, રાજકોટ મનપામાં 99, વડોદરા મનપામાં 86, ભાવનગર મનપામાં 31, ગાંધીનગર મનપામાં 18 અને જૂનાગઢ મનપામાં 18 એમ મહાપાલિકા વિસ્તારમાં કુલ 682 કેસ નોંધાયા છે.

coronavirus india: Coronavirus diagnostic tests sensitive; gene sequencing  possible only at government labs - The Economic Times

જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 697 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ વધીને 119088 થયા છે. ગુરુવારે વધુ 1652 દર્દીને રજા આપવામાં આવી છે. જેના પગલે રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર 83.81 ટકા થયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ 99808 જેટલા દર્દીએ કોરોનાને માત આપી છે. સારવાર દરમિયાન રાજ્યમાં વધુ 14 દર્દીનું મોત થયું છે. જેમાં અમદાવાદ મનપામાં 4, સુરત જિલ્લામાં 4, સુરત મનપામાં 2, બનાસકાંઠામાં 1, દ્વારકામાં 1, વડોદરામાં 1, વડોદરા મનપામાં 1 એમ કુલ 14 દર્દીનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યમાં કુલ 3273 દર્દીનાં મૃત્યુ થયાં છે.

Related Posts