Sports

હવે ફિલ્ડર બાઉન્ડ્રી પર આ રીતે કચે પકડે તો બેટર આઉટ નહીં, નિયમ બદલાયા

ક્રિકેટના ઇતિહાસમાં, બાઉન્ડ્રી કેચ હંમેશા રમતના રોમાંચને વધારવામાં એક ખાસ સ્થાન ધરાવે છે. આ કેચ ફક્ત મેચની દિશા જ બદલી નાખતા નથી, પરંતુ દર્શકોને તેમની સીટ પરથી કૂદવા માટે પણ મજબૂર કરે છે.

કેટલાક બાઉન્ડ્રી કેચ એટલા યાદગાર બની ગયા છે કે તેમને ભૂલી શકાયા નથી. T20 વર્લ્ડ કપ ફાઇનલમાં સૂર્યકુમાર યાદવનો કેચ કોઈ કેવી રીતે ભૂલી શકે, પરંતુ હવે બાઉન્ડ્રી પર લેવાયેલા કેચ માટેના નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ સાથે બાઉન્ડ્રી પર લેવાયેલા કેચ હવે સિક્સમાં ફેરવાતા જોવા મળશે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાઉન્ડ્રી પર કેચ પકડવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. મેલબોર્ન ક્રિકેટ ક્લબ (MCC) ઓક્ટોબર 2026થી આ ફેરફારનો સમાવેશ કરશે, જ્યારે ICC આવતા મહિનાથી આ નિયમનો સમાવેશ કરશે. આ નિયમ 17 જૂનથી શરૂ થનારી શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટથી અમલમાં આવશે.

ફિલ્ડર બાઉન્ડ્રી લાઇન પર એકથી વધુ વખત હવામાં બોલ ઉછાળી શકશે નહીં. એક જ વાર હવામાં બોલ ઉછાળી શકાશે. અગાઉ બાઉન્ડ્રી પર ઉભેલા ખેલાડીઓ એક સમયે બાઉન્ડ્રીની અંદર રહીને હવામાં જતા બોલને ઉછાળતા હતા પછી બાઉન્ડ્રી પાર કરીને તેને હવામાં ઉછાળતા હતા અને બાઉન્ડ્રીની અંદર આવ્યા પછી તેને પકડતા હતા, પરંતુ હવે આવા કેચ ગેરકાયદેસર માનવામાં આવશે અને બેટ્સમેનને રન મળશે.

આ ઉપરાંત, જો કોઈ ખેલાડી બાઉન્ડ્રી લાઈનની બહાર જાય છે. હવામાં કૂદીને બોલને અંદર ફેંકે છે અને પછી બીજો ખેલાડી તેને પકડી લે છે તો તે ત્યારે જ માન્ય રહેશે જ્યારે બોલ ફેંકનાર ખેલાડી પણ સીમાની અંદર હોય.

વારંવાર ઉછાળવામાં આવતા કેચ ગેરકાયદે
જેમ માઈકલ નેસરે BBL 2023 માં કર્યું હતું. નેસરે બંને હાથે બોલ પકડ્યો પરંતુ તેની ઝડપી ગતિ તેને બાઉન્ડ્રીની બહાર લઈ ગઈ. પછ તે હવામાં કૂદી પડ્યો અને ફરીથી બોલને પકડીને સીમાની અંદર ફેંકી દીધો. ત્યારબાદ નેસરે સીમાની અંદર આવીને કેચ પૂર્ણ કર્યો.

વર્તમાન કાયદા 19.5.2 મુજબ ફિલ્ડરનો જમીન સાથેનો છેલ્લો સંપર્ક બોલને પહેલી વાર સ્પર્શ કરતા પહેલા બાઉન્ડ્રીની અંદર હોવો જોઈએ (આ નિયમ નવા અપડેટમાં પણ રહેશે). ફિલ્ડર બોલ અને સીમાની બહાર જમીનને એકસાથે સ્પર્શ કરી શકતો નથી. જો તે આ માપદંડોને પૂર્ણ કરે છે અને કેચ પણ પૂર્ણ કરે છે, તો તે માન્ય છે.

34 ઓવર પછી ફિલ્ડિંગ ટીમ બે પૈકી એક બોલ પસંદ કરી શકશે
બાઉન્ડ્રી કેચ નિયમ ઉપરાંત ICC એ કેટલાક અન્ય નિયમોમાં પણ ફેરફાર કર્યા છે, જે આ મહિનાથી લાગુ થવા જઈ રહ્યા છે. ODI મેચોમાં બે નવા બોલનો ઉપયોગ કરવામાં આવશે. 1 થી 34 ઓવર સુધી બે નવા બોલનો ઉપયોગ કરવામાં આવશે. 34 ઓવર પછી ફિલ્ડિંગ ટીમ બે બોલમાંથી એક પસંદ કરશે.

Most Popular

To Top