હવે હરભજન સિંઘ પણ અંગત કારણોસર IPLમાં ભાગ નહીં લે

નવી દિલ્હી : IPL નજીક આવી રહી છે, તેમ તેમ CSK પર સંકટના વાદળ ઘેરાતા જઇ રહ્યા છે. પહેલા આ ટીમના અમુક સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ટીમના સભ્યોને કવૉરન્ટાઇન થવુ પડયુ. અને ત્યાર પછી સુરેશ રૈનાના ટુર્નામેન્ટ છોડવાના સમાચાર સામે આવ્યા છે. આમ તો આશંકા હતી જ કે સુરેશ રૈના સિવાય ટીમનો આ સિનિયર ખેલાડી ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે. આ ખેલાડી બીજુ કોઇ નહીં પણ હરભજન સિંઘ (harbhajan singh) છે.

IPL 2020: Harbhajan Singh Pulls Out of IPL 2020, Another Setback for CSK

હરભજન સિંઘ કે જે ભારતના શ્રેષ્ઠ ઑફ-સ્પિનર્સમાંના એક છે, તેમણે કહ્યુ કે તે CSKની ટીમ સાથે UAE જવા રવાના નહોતા થયા, પણ તેઓ પાછળથી ટીમમાં જોડાવાના હતા. જો કે આજે ઑફિશ્યલ સમાચાર આવી ગયા છે કે હવે સુરેશ રૈના પછી હરભજન સિંઘ પણ IPL ટુર્નામેન્ટ નથી રમવાના. હરભજન સિંઘે આ અંગેના ચોક્કસ કારણોની પુષ્ટિ કરી નથી, બસ એટલુ જ કહ્યુ છે કે તેમના કારણો અંગત છે. અને આ પારિવારિક કારણો છે. હરભજન સિંઘે તેમના નિવેદનમાં જણાવ્યુ છે કે તેઓ મજબૂર છે અને આ સમયે તેમનો પરિવાર તેમની પ્રાથમિકતા હોવાથી તેઓ ઇચ્છતા હોવા છતાં પણ CSKમાં જોડાઇ શકશે નહીં. હરભજને આગળ કહ્યુ છે કે તેમને એ વાતની ખુશી છે કે IPLની મેનેજમેન્ટ ટીમે તેમના આ નિર્ણયને માન્ય રાખ્યો. એટલુ જ નહીં પણ મેનેજમેન્ટે સિંઘના આ કારણો અને પરિસ્થતિ અંગે ખાસ્સુ સપોર્ટિવ વલણ દાખવ્યુ હતુ. હરભજને IPLની ટીમનો આ બદલ આભાર માન્યો હતો.

Ready to Play For India in T20Is: Harbhajan Singh

આગળ તેમણે ઉમેર્યુ હતુ કે દરેક ખેલાડીના જીવનમાં એક એવો સમય આવે છે જયારે ખેલાડીએ પોતાના પરિવાર /પોતાની જવાબદારી અને રમતમાંથી કંઇક એક વસ્તુ પસંદ કરવી પડે છે. મારા માટે આ એ જ સમય છે. હરભજને કહ્યુ કે આ સમયે તેઓ પોતાના પરિવાર સાથે જલંધરમાં છે, પણ તેમનું મન તેમની ટીમ સાથે છે.

5 Adorable Moments Of Harbhajan Singh And Geeta Basra That Prove They Were  Meant To Be Together

સુરેશ રૈના (Suresh Raina) એ મંગળવારે કહ્યુ કે IPL શરુ થતા પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings- CSK) ની ટીમ છોડવાનો તેમનો નિર્ણય “વ્યક્તિગત” (personal) હતો. થોડા દિવસો પહેલા CSKના ખેલાડીઓનો ત્રીજી વાર કોરોના ટેસ્ટ (corona test) કરવામાં આવ્યો હતો. આ વખતે ટીમના અમુક સભ્યોને કોરોના આવતા આખી ટીમને કવોરન્ટાઇન (quarantine) કરાઇ હતી. આ પછીથી સુરેશ રૈનાએ IPL નહીં રમવાનો નિર્ણય લીધો હતો. રૈના ભારત પાછા ફર્યો છે. 20 ઑગસ્ટે સુરેશ રૈનાના પરિવારના સભ્યો પર પંજાબના પઠાનકોટમાં હુમલે કરવામાં આવ્યો હતો. તેમના કાકા અને એક પિતરાઇ ભાઇ મૃત્યુ પામયા હતા, જયારે તેમની ફોઇ અને તેમના બીજા એક પિતરાઇ ભાઇની હાલત ગંભીર છે. છતાં રૈનાએ ટીમમાં જોડાવા અંગે શકયતાઓ વ્યક્ત કરી હતી.

Related Posts