શું રિયા ચક્રવર્તી તેના મુંબઇના ફલેટ પરથી ગાયબ છે?

મુંબઇ: 28 જુલાઇએ સુશાંત રાજપૂતના પિતા  (Late Sushant Singh Rajput) ના પિતા કે.કે.સિંઘે (Sushant’s father K.K.Singh) રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) વિરુદ્ધ પટણા પોલીસમાં એફઆઈઆર (FIR) નોંધાવી હતી. પટણા સેન્ટ્રલ ઝોનના ઇન્સ્પેક્ટર જનરલ સંજયસિંહે જણાવ્યું કે એફઆઈઆર આત્મહત્યાના ગુના સહિત વિવિધ કલમો હેઠળ નોંધાઈ હતી. IPCની કલમ 341,342,380, 406,420, 306 હેઠળ આ FIR નોંધવામાં આવી છે.

Ravi Shankar Prasad visits Sushant Singh Rajput's father & family ...

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે. સિંહે તેમની અરજીમાં રિયા પર સુશાંત સાથે દગો કરવાનો અને તેમના પરિવારથી સંપૂર્ણ રીતે સુશાંતના સંબંધો કાપી નાખવાનો આરોપ લગાવ્યો હતો. આ FIR નોંધયા પછી ચાર સભ્યોની ટીમ મુંબઈ રવાના કરવામાં આવી છે. ટીમ મુંબઇ પોલીસ પાસેથી કેસ ડાયરી અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો એકત્રિત કરશે. પટણા પોલીસ (Patna Police) ને આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવા જણાવાયુ હતુ.

Rhea Chakraborty News: Bihar Police To Arrest Jalebi Actress?

મંગળવારે પટણાની ચાર સભ્યોની પોલીસ ટીમ સ્વર્ગસ્થ અભિનેતાના પિતા કૃષ્ણ કુમાર સિંઘ દ્વારા કરવામાં આવેલી એફઆઈઆરમાં કરવામાં આવેલા દાવાઓની તપાસ માટે મુંબઇ પહોંચી હતી. પણ જ્યારે બિહાર પોલીસની ટીમ રિયાના નિવાસસ્થાને પહોંચી ત્યારે તેઓને અભિનેત્રી રિયા ચક્રવર્તી ત્યાં મળી નહોતી.

Sushant Singh Rajput Case Update: Rhea Chakraborty Missing From ...

રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) એ બુધવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં તેની સામે પટણામાં દાખલ થયેલી એફઆઈઆરને મુંબઇ ટ્રાન્સફર (transfer) કરવાની માંગ કરી હતી, જ્યાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ કેસની તપાસ ચાલી રહી છે. રાજપૂતના પિતા કે. કે. સિંહે ચક્રવર્તી અને તેના પરિવારના સભ્યો સહિત છ અન્ય લોકો પર અભિનેતાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. અને તેમની સામે પટણામાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સુશાંતના પિતાએ પટણામાં અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરુધ્ધ FIR નોંધાવી

અટકળો છે કે રિયા ચક્રવર્તી પોતાનો કેસ લઢવા માટે દેશના ટોચના વકીલ હરીશ સાલવેને અપોઇન્ટ કરવાનું વિચારી રહી છે. તમને જણાવી દઇએ કે એડવોકેટ હરીશ સાલવેની એક કેસની ફી 35 લાખ જેટલી હોય છે. સુશાંતના અકાઉન્ટમાંથી રિયાના અકાઉન્ટમાં 15 કરોડ ટ્રાન્સફર થયા હોવાનો તેના પરિવારનો દાવો છે. રિયા અને તેનો ભાઇ સુશાંતની કંપનીના ભાગીદારો છે.

Sushant Singh Rajput's Girlfriend Rhea Chakraborty Missing? - News ...

હાલમાં ચક્રવર્તીનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ સતીષ માનેશીંદેએ જણાવ્યું હતું કે તેમણે આ કેસ પટણાથી મુંબઇ ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. વકીલે જણાવ્યું હતું કે, તેમની અરજીમાં ચક્રવર્તીએ રાજપૂતના પિતા દ્વારા ટોચની અદાલતમાં તેની અરજીનો નિકાલ થાય ત્યાં સુધી દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અંગે પણ બિહાર પોલીસ દ્વારા તપાસ પર સ્ટે (stay) ની માંગ કરી હતી.

Sushant Singh Rajput's father's health deteriorates after actor's ...

મુંબઈમાં 14 જૂને આત્મહત્યા (suicide) દ્વારા 34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મોત નીપજ્યું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે જે દિવસે સુશાંતની આત્મહત્યાના સમાચાર આવ્યા હતા, એ દિવસે તેના બાંદ્રા સ્થિત ફલેટ પર પહોંચનાર સૌથી પહેલો વ્યકતિ મુકેશ છાબરા (Mukesh Chhabra) હતો. રિયા ચક્રવર્તી બીજા દિવસે મુંબઇની એક હોસ્પિટલ, જયાં સુશાતનું શબ રખાયુ હતુ ત્યાં પહોંચી હતી. રિયા ચક્રવર્તી સુશાંતના અંતિમ સંસ્કાર (Sushant Rajput’s Funeral) ના કાર્યક્રમમાં ગેરહાજર હતી. સુશાંતની ગર્લફ્રેન્ડ હોવા છતાં તે સુશાંતના પિતા કે તેના પરિવારના અન્ય સભ્યોને મળવા પણ નહોતી ગઇ.

Related Posts