સ્પોર્ટસ કોમ્પલેક્સ નહીં શરૂ થતાં માંજલપુર કોમ્પ. ખાતે પ્લેકાર્ડ સાથે ખેલાડીઓના દેખાવો

રમત ગમત સંકુલના સભ્યોએ દરબાર ચોકડી સુધી રેલી પણ કાઢી

(પ્રતિનિધિ) વડોદરા, તા.૧૫ અનલોક-૫માં દેશભરના મોટા ભાગના ધંધા રોજગાર, મોલ-મલ્ટીપ્લેક્ષ શરૂ થયા છે, ત્યારે હવે વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને ખોલવામાં નહીં આવતાં સભ્યોએ પ્લે કાર્ડ સાથે રેલી યોજી દેખાવો કર્યાં હતા.

અનલોક-૫માં દેશભરમાં મોટા ભાગના ધંધા રોજગાર ધમધમતા થયા છે, તેની સાથે જ આજથી મલ્ટીપ્લેક્ષ પણ શરૂ થયા છે. જોકે, સરકારના રમશે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્રને કોરોનાનું ગ્રહણ નડ્યું છે, ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા સંચાલિત માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષને ખોલવામાં નહીં આવતાં આજે રમત સંકુલના સભ્યો રોષે ભરાયા છે. અને વહેલી સવારે માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ બહાર પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યાં હતા અને દરબાર ચોકડી સુધી રેલીને યોજી માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષને ખોલવામાં આવે તેવી માંગ કરી હતી. સભ્યોએ જણાવ્યું હતું કે, ચૂંટણીની મીટીંગો અને રેલીઓ યોજાઇ રહી છે અને મલ્ટીપ્લેક્ષ પણ આજથી શરૂ કરવામાં આવ્યા છે.

Related Posts