ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાનો એક પણ કેસ નહીં

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાવાયરસ ને પગલે ઘણા બધા લોકોના મોત નિપજ્યાં છે હાલમાં કોરોનાવાયરસ નો કહેર ભારત દેશમાં પણ પગપેસારો કરી રહ્યો છે જ્યારે ગુજરાતમાં કોરોનાવાયરસ ની ગતિ ધીમી છે પણ વધી રહી છે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસ નો એક પણ કેસ નોંધાયો નથી અને મૃત્યુઆંક હજી ત્રણ પર જ છે ત્યારે સુરત શહેરમાં પણ કોરોનાવાયરસ માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના શંકાસ્પદ દર્દીઓ ને શોધી કાઢવા માટે તેમજ શહેરીજનો પાસેથી તેમની માહિતી મળે તે માટે ટોલ ફ્રી નંબર તેમજ પોપ એપ સુરત પણ ડેવલપ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે તૈયાર કરવામાં આવી છે તેમાં જે શંકાસ્પદ દર્દીઓ છે તેની માહિતી અપલોડ કરવામાં આવે છે તેમ જ તે લોકો માટે શુભ કામગીરી કરવામાં આવી રહી છે તે તમામ ની માહિતી તેમાં અપડેટ કરવામાં આવતી હોય છે આ એપ હવે ગુજરાતના ચાર મહાનગરો પણ અપનાવશે તેમ જ અન્ય જિલ્લાઓમાં પણ આ એપ થકી કામગીરી કરવામાં આવશે તેમ જાણવા માં આવ્યું છે જે સુરત મહાનગરપાલિકા માટે ગર્વની વાત છ

આજે બપોરે શંકાસ્પદ કોરોનાના છ દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રે રાહત લીઘી છે. જે રીતે કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે તેના લીધે રાજ્ય અને કેન્દ્ર સરકાર ખુબજ સક્રિય બની ગયા છે. રાજ્ય સરકાર દ્વારા કોઇ પણ મોકો લીધા વગર કોરોનાની રોકથામ માટે પ્રયાસો શરી કરી દેવાયા છે.
આજે શંકાસ્પદ કોરોનાના છ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેમાં મહાવીર હોસ્પિટલમાં દાખલ નાનપુરા વિસ્તારના 58 વર્ષીય વૃધ્ધ, નવી સિવીલમાં દાખલ અને રાજકોટયાત્રાની હિસ્ટ્રી ધરાવતા અડાજણના 60 વર્ષીય વૃધ્ધ, નવી સિવીલ મા દાખલ 18 તારીખે તુર્કીથી પરત આવેલી સિટીલાઇટ વિસ્તારની 45 વર્ષીય મહિલા, અને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ ભટારની 30 વર્ષીય અને ધોડદોડ રોડ઼ની 54 વર્ષીય મહિલાના રિપોર્ટનો સમાવશે થાય છ. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા કોરોનાની રોકથામ માટે તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

છેલ્લા ૧૨ કલાક દરમ્યાન ગુજરાતમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગઈકાલે 11 વ્યક્તિઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ નેગેટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવિએ આજે શુક્રવારે સવારે કોરોના અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ ત્રણેય દર્દીઓ કૉ-મોર્બીડ એટલે કે અન્ય ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી વયના હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આપણા ઘરોમાં વૃદ્ધો- વડીલો હોય તેમણે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. ઘરમાં પણ આ વડીલો ક્વૉરેન્ટાઈનમાં રહે એ વિશેષ આવકાર્ય છે.

Related Posts