અમદાવાદની શ્રેય હોસ્પિટલની દુર્ધટનાને પગલે સુરતમાં ચેકીંગ : કોવિડની 12 હોસ્પિટલોમાં પોલંપોલ બહાર આવી

સુરત (Surat) : અમદાવાદમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ હતા, તે શ્રેય હોસસ્પિટલ (Shrey hospital, Navrangpura, Ahmedabad) માં આગની દુર્ઘટના (fire mishappen) બની હતી. જેમાં આઠ જેટલા દર્દીઓના ભડથું થઈ જવાથી મોત નિપજયા હતા. ત્યારે સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ (Takshshila Fire Accident, Surat) માં પણ આ જ રીતે 22 માસુમ વિદ્યાર્થીઓ હોમાય ગયા હતા. જેથી અમદાવાદની આ ઘટનાને પગલે સુરતમાં પણ ફાયર વિભાગ સાવચેત થઇ ગયું છે તેમજ મનપા કમિશનરે (SMC Commissioner) આદેશ આપતા ફાયર વિભાગ દ્વારા ગૂરૂવારે શહેરના આઠ અલગ-અલગ ઝોન વિસ્તારમાં મનપા દ્વારા કરાયેલી એમઓયુ (MOU) ના ખાનગી હોસ્પિટલો (private hospitals) માં તપાસની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

coronavirus hospital in mumbai | Coronavirus news: Reliance sets ...

મનપા દ્વારા એમઓયુ કરાયેલી તમામ 45 હોસ્પિટલમાં પાલિકાએ ફાયર સેફ્ટીની ચકાસણી (SMC checked Fire Safety features in private hospitals of Surat) ની શરૂઆત કરી, તેમાં પ્રથમ દિવસે 8 ટીમો બનાવીને શહેરની 36 હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે પ્રથમ તપાસ કરાઇ હતી. જેમાં 12 હોસ્પિટલોમાં કોવિડની સારવાર ચાલી રહી હોવા છતા ફાયર સેફટીના નામે પોલંપોલ હોવાનુ જણાતા મનપાના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. તેમજ શુક્રવારે તેની સામે કાર્યવાહી કરવા તૈયારી કરી હોવાનું જાણવા મળી રહ્યુ છે. ઉપરાંત જે તે સમાજ દ્વારા પણ આઇસોલેશન સેન્ટર (isolation centers) ઉભા કરવામાં આવ્યા છે તે તમામ જગ્યાઓ પર ફાયર સેફટી અંગે ચકાસણી કરવામાં આવશે.

Coronavirus Pandemic: Andhra Pradesh Takes Over 58 Private ...

સિવિલ હોસ્પિટલમાં ફાયર વિભાગે 24 કલાક માટે ગાડી તૈનાત કરી (24 hours fire van deployed in Surat Civil hospital). સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital) અને સિવિલ હોસ્પિટલમાં વિભાગ દ્વારા એક મહિના અગાઉ કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો હતો.આ કંટ્રોલ બનાવ્યા બાદ સ્મીમેર હોસ્પિટલમાં ફાયરની ગાડી પણ તેના કરવામાં આવી હતી. પરંતુ અમદાવાદની દુર્ઘટનાને પગલે આખરે સિવિલ હોસ્પિટલમાં પણ ગુરૂવારથી એક ફાયરની ગાડીને 24 કલાક સ્ટેન્ડબાય કરવામાં આવી છે. આ સાથે સાથે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ફાયરસેફ્ટીને ખાસ ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલની દુર્ધટનાને પગલે સુરતમાં ચેકીંગ : કોવિડની 12 હોસ્પિટલોમાં પોલંપોલ બહાર આવી

ગુરુવારે અમદાવાદની 50 બેડવાળી કોવિડ-19 ડેડિકેટેડ શ્રેય હોસ્પિટલ (Shrey Hospital, Navrangpura, Ahmedabad) માં આગ લાગી હતી. ICUમાં સવારે 3.30 વાગ્યે આગ લાગી જતા 8 કોરોના દર્દીઓનું મોત (Death of patients) નિપજ્યુ હતું જેમાં ત્રણ મહિલાઓ શામેલ હતી. આ દર્દીઓને ICUમાં રાખવામાં આવ્યા હતા જ્યાં 10 બેડ પર 8 દર્દીઓને રખાયા હતા. ઘટના બાદ 40 જેટલાં દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

Related Posts