બેન સ્ટોક્સની તુલના હાલ વિશ્વ ક્રિકેટમાં કોઈ ના કરી શકે : ગૌતમ ગંભીર

દિલ્હી : આજકાલ ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર (Gautam Gambhir) હાલ ભાજપ સાંસદ (BJP MP) તરીકેની ભૂમિકામાં છે પણ જેવી રીતે આઈપીએલ ટુર્નામેન્ટ (IPL tournament) ની તારીખ નક્કી થઈ રહી છે તે જોતા ગૌતમ ગંભીર પણ ક્રિકેટ માટે એક્શન મોડમાં આવી ગયા છે અગાઉ તેમણે ધોનીનાં ક્રિકેટ અને ફિટનેસ (Dhoni’s cricket and fitness) વિશે વાત કરી હતી તો હવે તેમને બેન સ્ટોક્સને વિશ્વ ક્રિકેટમાં સર્વ શ્રેષ્ઠ ઓલરાઉન્ડર (The best all-rounder in world cricket) કહ્યો છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટઇંન્ડિઝ (ENGvsWI) વચ્ચે ચાલી ત્રણ ટેસ્ટ મેચ સીરીઝની બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇંનિ્ગસમાં બેન સ્ટોકે 49.44નાં સ્ટ્રાઈક રેટથી 356 બોલમાં 176 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ (Innings) રમી હતી, જેમાં તેમણે 17 ચોગ્ગા અને 2 સિક્સ માર્યા હતા.

બેન સ્ટોક્સની તુલના હાલ વિશ્વ ક્રિકેટમાં કોઈ ના કરી શકે : ગૌતમ ગંભીર

બેન સ્ટોક્સની આ ઇનિંગ્સને ધ્યાનમાં રાખીને ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, વિશ્વ ક્રિકેટમાં કોઈ પણ ખેલાડી ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની નજીક નથી અને તેમણે ઇંગ્લેન્ડને વિશ્વ ચેમ્પિયન (World Champion) બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં 176 રનની શાનદાર ઇનિંગ્સ રમીને તેની ટીમને જીત અપાવી હતી. તેમણે વધુમાં કહ્યુ કે, બેન સ્ટોક્સ (Ben Stokes) બેસ્ટ ફોર્મમાં છે તેમની તુલના હાલ ભારતીય ક્રિકેટર (Indian cricketers) સાથે નહી કરી શકાય.

બેન સ્ટોક્સની તુલના હાલ વિશ્વ ક્રિકેટમાં કોઈ ના કરી શકે : ગૌતમ ગંભીર

તેઓએ અગાઉ પણ ક્રિકેટ કનેક્ટેડ શોમાં હાજરી આપી ધોની વિશે જણાવતા કહયુ હતુ કે, તેઓ ગત વર્ષે ન્યૂઝીલેન્ડ (New Zealand) સામે છેલ્લી મેચ રમી હતી અને તે ધોનીની અંતિમ મેચ હતી ત્યાર બાદ તેઓ ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોવા મળ્યા નથી. આ વર્ષે કોરોના (Covid-19) લીધે આઈપીએલ મોડી થઈ રહી છે એવામાં ચાહકોની નજર મહેન્દ્ર સિંહ ધોની પર વધુ હશે. ધોની એક સર્વશ્રેષ્ઠ પ્લેયર છે અને તેની ફિટનેસ પણ સારી છે. ધોનીનાં ક્રિકેટથી સન્યાસ લેવાનો નિર્ણય તેનો વ્યક્તિગત નિર્ણય હશે પરંતુ કોઈ પ્લેયર સારા ફોર્મમાં હોય તો તેને રમવું જોઈએ.

બેન સ્ટોક્સની તુલના હાલ વિશ્વ ક્રિકેટમાં કોઈ ના કરી શકે : ગૌતમ ગંભીર

તેમણે વધુમાં કહ્યુ કે ઉંમર તો માત્ર એક નંબર છે. જો ધોનીનાં બેટ પર સારી રીતે બોલ કનેક્ટ થશે અને ધોની (Dhoni) પોતાની રમતને એન્જોય કરશે તો તે સારુ જ રમશે. અને આવનાર સમયમાં સારી ફોર્મ જળવાય તો તે ભારતીય ટીમ માટે છઠ્ઠા-સાતમાં નંબરે આવી પણ પોતાની ટીમને જીતાડી શકે છે. વધુમાં ગૌતમ ગંભીરે જણાવ્યુ હતુ કે ધોનીએ દેશ માટે ઘણાં કીર્તિમાન સ્થાપિત કર્યા છે તેમણે ભારતીય ક્રિકેટ ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે (Internationally) એક મજબુત સ્થિતિમાં ઉભી કરી છે અને તેને આઈપીએલમાં કેપ્ટનશીપ કરીને પોતાની ટીમ માટે ત્રણ વખત ટ્રોફી જીતાડી છે. તેને હંમેશા ભારતીય ટીમને સફળ ટીમ સાબિત કરીને બતાવી છે.

Related Posts