કામરેજ- મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે નંબર 4 પર સાંજે બાયો ડીઝલ ભરેલું ટેન્કર નંબર એમમેચ 43 સિક્યુ 8136ના ચાલક સાઇડ મારવા જતાં અચાનક પલટી મારી ગયું હતું. આ ટેન્કર માં 26000 લિટર થી વધુ બાયો ડીઝલનો જથ્થો ભર્યો હોવાના લઈને હાઈવે પરભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ થવા પામી ન હતી. ફાયર વિભાગએ પાણીનો છંટકાવ કરીને બે ક્રેન ની મદદથી ટેન્કર ને ઊભું કરવામાં આવ્યું હતું.