સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જાન્યુઆરીથી ઓક્ટોબર 2026 સુધીના 10 મહિનામાં કુલ 13,78,205 જેટલા પેસેન્જરની અવરજવર નોંધાઈ છે. આ સમયગાળામાં 12,94,394 ડોમેસ્ટિક અને 88,811 ઇન્ટરનેશનલ પેસેન્જર સહિત કુલ 13,78,205 મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી.
ઓક્ટોબર 2026 માં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 119311 ડોમેસ્ટિક અને 8457 ઇન્ટરનેશનલ પેસેન્જર મળી કુલ 1,27,768 પેસેન્જરો એ અવરજવર કરી છે. જોકે એક પછી એક ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ થવાની અસરને કારણે ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં ગત નાણાકીય વર્ષનો પેસેન્જર અવરજવરનો રેકોર્ડ તૂટવાની શક્યતા ઓછી જણાઈ રહી છે. નાણાકીય વર્ષ 2025-26માં સુરત એરપોર્ટ પર અત્યાર સુધીની સર્વાધિક 18.14 લાખ પેસેન્જર મૂવમેન્ટ નોંધાઈ હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 7 મહિના એટલે કે એપ્રિલથી ઓક્ટોબર 2026 દરમિયાન કુલ 9,12,142 પેસેન્જરની અવરજવર રહી છે. બાકીના મહિનામાં ગત વર્ષનો રેકોર્ડ વટાવવા માટે નોંધપાત્ર પેસેન્જર વૃદ્ધિ જરૂરી બનશે.
જોકે,જુલાઈ અને ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બર 2026માં સુરત એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને કેટેગરીમાં પેસેન્જરની સંખ્યામાં વધારો નોંધાયો હતો. સપ્ટેમ્બરમાં 1,19,125 ડોમેસ્ટિક અને 8,152 આંતરરાષ્ટ્રીય મુસાફરો સહિત કુલ 1,27,277 પેસેન્જરની અવરજવર રહી હતી.
વર્ષના પ્રથમ નવ મહિનાના આંકડાઓમાં આંતરરાષ્ટ્રીય હવાઈ જોડાણની સ્થિતિમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળે છે. જાન્યુઆરીમાં 23,660 અને ફેબ્રુઆરીમાં 18,724 આંતરરાષ્ટ્રીય મુસાફરો નોંધાયા હતા. માર્ચમાં આ સંખ્યા ઘટીને 7,412 થઈ હતી, જ્યારે એપ્રિલમાં 4,114 મુસાફરો નોંધાયા હતા. મે 2026માં સુરત એરપોર્ટ પર એક પણ આંતરરાષ્ટ્રીય પેસેન્જર નોંધાયો નહોતો. ત્યારબાદ જૂનમાં 2,997, જુલાઈમાં 3,274, ઓગસ્ટમાં 7,021 અને સપ્ટેમ્બરમાં 8,152 અને ઓક્ટોબરમાં 8457 આંતરરાષ્ટ્રીય મુસાફરો નોંધાયા હતા. સપ્ટેમ્બરમાં થયેલો વધારો રાહતરૂપ છે,
જાન્યુઆરીથી ઓક્ટોબર 2026: મહિના પ્રમાણે પેસેન્જર અવરજવર
મહિનો/ડોમેસ્ટિક/ઇન્ટરનેશનલ/ કુલ પેસેન્જર
જાન્યુઆરી/ 1,47,920 / 23,660 /1,71,580
ફેબ્રુઆરી/ 1,37,318/18,724/ 1,56,042
માર્ચ/1,31,029 /7,412/ 1,38,441
એપ્રિલ/ 1,32,364 / 4,114/ 1,36,478
મે/ 1,59,130 / 0/ 1,59,130
જૂન/1,31,416 /2,997/ 1,34,413
જુલાઈ/1,10,952 /3,274 / 1,14,226
ઓગસ્ટ /1,05,829/7,021 / 1,12,850
સપ્ટેમ્બર / 1,19,125 / 8,152 /1,27,277
ઓક્ટોબર/,19311/ 8457/1,27,768
- કુલ ડોમેસ્ટિક પેસેન્જર - 12,94,394
- કુલ ઇન્ટરનેશનલ પેસેન્જર - 88,811
- કુલ પેસેન્જર સંખ્યા - 13,78,205
10 મહિનામાં કાર્ગો હેરફેર 8,773.50 મેટ્રિક ટન પર પહોંચી
પેસેન્જર અવરજવર ઉપરાંત સુરત એરપોર્ટ પર કાર્ગો હેરફેરમાં પણ વધારો નોંધાયો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન કુલ કાર્ગો હેરફેર 8,773.50 મેટ્રિક ટન રહી હતી. સુરતના હીરા, કાપડ અને અન્ય વેપાર-ઉદ્યોગ માટે હવાઈ કાર્ગો સુવિધા મહત્ત્વની હોવાથી કાર્ગો હેરફેરમાં થતો વધારો પણ નોંધપાત્ર છે.