એશિયા કપ માટે ભારતની U 19 ટીમમાં સુરતની આખસાહ પરમાર સાથે નવસારીની વતની અને વડોદરા ક્રિકેટ એસોસિએશન વતી રમતી મૈત્રી મણિયારની પણ U 19 એશિયા કપ માટે પસંદગી થઈ છે.
16 વર્ષીય મૈત્રી મણિયાર એ ભારતની અંડર 19 ટીમ વતી 4 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણીએ 8 વિકેટ લીધી છે.આજે વડોદરામાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ટી 20 મેચમાં મૈત્રી મણિયાર એ 2.3 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ લીધી હતી.અગાઉ શ્રીલંકા સામે લેફ્ટી સ્પિનર મૈત્રી મણિયાર એ 26 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. મણિયારના આ પરફોર્મન્સમાં આધારે એશિયા કપ માટેની U 19 ભારતીય ટીમમાં પસંદગી થઈ છે.
એશિયા કપમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળતાં મૈત્રીના પરિવારજનો, કોચ અને રમતપ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મૈત્રીએ બીસીસીઆઈની અંડર-19 મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં બરોડા ક્રિકેટ એસોસિએશન તરફથી રમતી 14 વિકેટ પોતાના નામે કરીને બરોડાની ટીમને ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.