કામરેજ- સુરત મહાનગર પાલિકામાં ઈલેક્ટ્રીક વાયરમેનનુ કામ કરતાં આધેડએ પોતાના ઘરમાં પુત્રના કસરત કરવાની લોખંડની પાઈપ સાથે દોરી બાંધી કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મુળ કામરેજ તાલુકાના ખોલવડ ગામના વતની અને હાલ કામરેજ કેનાલ રોડ પર આવેલી પટેલ પાર્ક સોસાયટીમાં મકાન નંબર 55 માં રહીને સુરત મહાનગર પાલિકામાં ઈલેકટ્રીક વાયરમેન તરીકે ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા અજયકુમાર પ્રકાશચંદ્ર નાયક (ઉ.વ.55)નાઓને શનિવારના રોજ રજા હોવાથી ઘરે જ હતા.પત્ની ઉષાબેન પણ મહાનગરપાલિકામાં આયા તરીકે કામ કરે છે.જેઓ પણ રાત્રિના નોકરી કરી ઘરે જ હતા.અજયકુમારે પુત્ર અને પત્ની બપોરના 12.30 કલાકે ઘરમાં જમીને અજયકુમાર પહેલા માળ રૂમમાં સુવા માટે ગયા હતા.ઉષાબેનએ વોશિંગ મશીનમાંથી કપડા કાઢીને ધાબા પર સુકવવા માટે ગયા હતાં. પુત્રના કસરત કરવા માટેના લોખંડના પાઈપ સાથે અજયકુમારે દોરી બાંધી ગળે ફાસો ખાઈ લીધેલી હાલતમાં જોતા ઉષાબેનએ પુત્રને બોલાવ્યો હતો. બાદમાં સારવાર માટે 108માં કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં જયા ફરજ પરના તબીબે અજયકુમારને મૃત જાહેર કરી કામરેજ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે કયાં કારણોથી અજયકુમારે આપઘાત કર્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.