દમણ - તા. 28, સંઘપ્રદેશ દમણના નાની વાંકડ તરફ જતા પાતલિયા ચાર રસ્તા પાસે આજે 2 ગુડ્સ જીપ વચ્ચે અકસ્માત સર્જાવા પામ્યો હતો. જીપ નંબર GJ-15-AX-8177 અને બીજી જીપ નંબર GJ-15-AV-5661 વચ્ચે રસ્તો ક્રોસ કરતી વખતે ગંભીર અકસ્માત સર્જાવા પામ્યો હતો.
અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી પ્રથમ નંબરની જીપ બીજી જીપના બોનેટ ઉપર અડધી ઉંધી વડી જવા પામી હતી. જો કે, આટલી જોરદાર ટક્કર થવા છતાં બન્ને જીપના ચાલકને ફક્ત નાની સરખી ઈજાઓ જ થતાં તેમનો ચમત્કારીક બચાવ થવા પામ્યો હતો. ઉલલેખનિય છે કે, દમણમાં રસ્તાઓની પહોળાઈ વધાર્યા બાદ નવા બનેલા રન વે ટાઈપના રસ્તાઓના કારણે વાહન ચાલકો વહેલા પહોંચવાના ચક્કરમાં હાઈ સ્પીડથી પોતાના વાહનો કંહારી રહ્યા છે. ત્યારે કોસ્ટલ હાઈવેથી આવતા વાહનો ભીમપોર થી વાંકડ તરફ પડતા ચાર રસ્તાને અવગણી સ્પીડમાં વાહન હંકારતા આ પ્રમાણે અકસ્માતો થઈ રહ્યા છે. ત્યારે જવાબદાર તંત્રએ આ જગ્યાએ તથા દમણના અન્ય વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર જે જગ્યાએ અકસ્માત થવાની સંભાવનાઓ વધુ હોય તે જગ્યાએ જરૂરી બેરીગેટ્સ અથવા તો સ્પીડ બ્રેકર મુકે તો મહદ અંશે આવા અકસ્માતોને અટકાવી શકાય એમ છે.